નવી દિલ્હી : BSNL સતત નવી ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે. જેમાં BSNL એ Viasatસાથે હાથ મિલાવ્યા છે. કંપની દ્વારા D2D ટેક્નોલોજીને પણ લીલી ઝંડી આપવામાં આવી છે. આ ટેક્નોલોજીથી યુઝર્સ સિમ કાર્ડ કે નેટવર્કની મદદ વગર ઓડિયો અને વીડિયો કોલ કરી શકશે. આ નવી ટેક્નોલોજીનો ઉપયોગ એન્ડ્રોઈડ અને આઈઓએસ સ્માર્ટફોન સાથે થઈ શકે છે. તેનો ઉપયોગ સ્માર્ટ ઉપકરણો અને સ્માર્ટ વોચ પર પણ કરી શકાશે.
લોકેશન માટે રાહ જોવાની જરૂર નથી
જેમાં ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં પણ કનેક્ટિવિટી નબળી છે. જેના લીધે ગ્રાહકોને નેટવર્ક આઉટેજનો સામનો નહીં કરવો પડે. Viasat ટેક્નોલોજીથી મદદથી તમે મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ અને કારને સીધા સેટેલાઇટ નેટવર્ક સાથે કનેક્ટ કરી શકો છો. આ ઉપકરણની મદદથી ગ્રાહક મોબાઈલ ફોન અને ઉપકરણ બંનેને સરળતાથી કનેક્ટ કરી શકશે. એટલે કે તમારે લોકેશન માટે રાહ જોવાની જરૂર નથી. કવરેજ પણ સારું મળે છે. કોમ્યુનિકેશન પણ સારું મળે છે.
એલોન મસ્કને પડકાર
સેટેલાઇટ નેટવર્કને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. એલોન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા આના પર ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. મસ્કની નજર હજુ પણ ભારતીય બજાર પર છે. પરંતુ BSNL હવે પોતાનું નેટવર્ક તૈયાર કરી રહ્યું છે. આ પણ સેટેલાઇટ નેટવર્ક જેવું હશે. હવે તેનું ટેસ્ટિંગ વર્ક પણ પૂરું થઈ ગયું છે. ટેસ્ટિંગ બાદ તેને મંજૂરી પણ આપવામાં આવી છે. જ્યારે દરેક કંપની આ ટેક્નોલોજી પર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. જ્યારેએલોન મસ્ક પણ ખૂબ જ ટૂંક સમયમાં ભારતીય બજારમાં પ્રવેશ કરી શકે છે.