વોશીંગ્ટન: કેનેડામાં ખાલિસ્તાની સમર્થક નિજ્જર હત્યા અને ત્યાર બાદ ભારત પર લગાવવામાં આવેલા આરોપો બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા છે. ત્યારે બીજી તરફ યુએસમાં કટ્ટરપંથી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના પ્રયાસ બાબતે પણ ભારત પર આરોપો લાગી રહ્યા છે. એવામાં યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ જાહેરાત કરી હતી કે ભૂતપૂર્વ ભારતીય ગુપ્તચર અધિકારી પર આરોપ લાગવવામાં આવ્યા છે, જેની ઓળખ વિકાસ યાદવ તરીકે કરવામાં આવી છે.
| Also Read:
ગુરુવારે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સે પ્રથમ સત્તાવાર પુષ્ટિમાં જણાવ્યું હતું કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) ના આરોપમાં “CC1” તરીકે ઓળખાયેલ વ્યક્તિ હવે ભારત સરકારનો કર્મચારી નથી. ત્યાર બાદ આ આરોપ લગાવવામાં આવ્યા હતાં.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ ઉચ્ચ સ્તરીય ભારતીય તપાસ સમિતિની મુલાકાતની પુષ્ટિ કરી હતી. આ સમિતિ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા અને ગુરપતવંત સિંહ પન્નુન કાવતરામાં ભારતીય અધિકારીની કથિત સંડોવણી અંગે યુએસ સરકાર દ્વારા શેર કરાયેલા પુરાવાઓની સમીક્ષા કરવા માટે બનાવવામાં આવી હતી. યુએસ દ્વારા સોમવારે આ મુલાકાતની જાહેરાત કરવામાં આવી હતી.
ગત વર્ષે પ્રાગમાંથી નિખિલ ગુપ્તા ધરપકડ કરવામાં આવી હતી, તેને ડિપોર્ટ કરાયા બાદ તેના પર હાલમાં યુએસમાં કાર્યવાહી ચાલી રહી છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે ભારતીય સરકારી કર્મચારી, જેની ઓળખ માત્ર CC1 તરીકે કરવામાં આવી છે, તેણે નિખિલ ગુપ્તાને હત્યાને અંજામ આપવા માટે હિટમેનની ભરતી કરી હતી.
| Also Read:
અહેવાલ મુજબ વિકાસ યાદવ પરના આરોપને ગુરુવારે જાહેર કરવામાં આવ્યા હતાં. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના આરોપમાં દાવો કરવામાં આવ્યો છે કે વિકાસ યાદવ ભારતની રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RA&W) જાસૂસી સેવામાં ભૂતપૂર્વ અધિકારી છે.