જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈન
ગામ ગાગોદરના પ્રકાશ છેડા (ઉં. વ. ૪૨) મંગળવાર, તા. ૧૫-૧૦-૨૪ના મુંબઇ મધ્યે અરિહંતશરણ પામેલ છે. ગં. સ્વ. મોંઘીબેન ભીમશી નરપારના પૌત્ર.સ્વ. અમૃતબેન-ગુણવંતીબેન કાનજીના સુપુત્ર. અમિત, સચીનના ભાઇ, ડિમ્પલના દેર, કરીશ્માના જેઠ. પ્રાર્થનાસભા શુક્રવાર, ૧૮-૧૦-૨૪ના. ઠે. અચલગચ્છ ભુવન, બેન્ક ઓફ બરોડાની સામે, જોગેશ્ર્વરી (ઇસ્ટ). ૧૦ થી ૧૧.૩૦.
વાગડ વિ. ઓ. જૈન
ગામ આધોઇના સ્વ. ચુનીલાલ ચરલા (ઉં. વ. ૬૦) તા. ૧૪-૧૦-૨૪ના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. કોરઇબેન ભચુના પૌત્ર. સ્વ. હીમાબેન વેલજીના સુપુત્ર. હેમલતાના પતિ. ગૌરવ, હેતલના પિતાશ્રી. શાંતિલાલ, ભાણજી, રૂક્ષ્મણી, હીરબાઇ, નવલ, રંજન, ભારતીના ભાઇ. પ્રાર્થના એમ. એમ. પીપલ્સ સ્કૂલ, ખાર (વેસ્ટ), તા. ૧૮-૧૦-૨૪ના ૨.૩૦થી ૪.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વાસાવડ નિવાસી હાલ બોરીવલી રમણીકભાઇ ગોપાલજી વોરાના સુપુત્ર રાજેન્દ્ર વોરા (ઉં. વ. ૬૮) તે રેખાબેનના પતિ. તે નીશા, રૂપેશના પિતાશ્રી. જયંતીભાઇ, જીતુભાઇ, અજીતભાઇ તથા ઇલાબેન, ગીતાબેન, જાગૃતિબેનના ભાઇ. મનસુખભાઇ ત્રીકમજી ઉદાણીના જમાઇ. તા. ૧૬-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૮-૧૦-૨૪ના તે બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૮-૧૦-૨૪ના બપોરે ૩થી ૫. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, ઉપાશ્રય, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ).
દશા શ્રીમાળી પાંત્રીસી જ્ઞાતી જૈન
સીણજ કાનપુરા નિવાસી (હાલ વિલેપાર્લે) સ્વ. ભાનુમતીબેન શાહ તે સુરેશભાઇ ચુનીલાલ શાહના ધર્મપત્ની. સ્વ. કેવળબેન ચુનીલાલ શાહના પુત્રવધુ. સ્વ. વસુમતીબેન રમણલાલ શાહના સુપુત્રી. પરાગ, વિરલ, તથા હિરલના પૂ. માતુશ્રી. વિભા, હિતેષી, તથા હેમલકુમારના સાસુ. હેતાંશ, ધ્યાના તથા પૂર્વીશના દાદી. સોમવાર, તા. ૧૪-૧૦-૨૪ના અવસાન પામેલ છે. ભાવયાત્રા શનિવાર, તા. ૧૯-૧૦-૨૪ના બપોરે ૩થી ૫. ઠે. ખડાયતા ભવન, ૩૨ હનુમાન રોડ, પાર્લે તિલક, વિદ્યાલય નજીક, વિલેપાર્લે (ઇસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
પુનડી હાલે પુનાના સુંદરબેન પ્રેમજી દેઢિયા (ઉં.વ. ૮૫) તા. ૧૫-૧૦ના અવસાન પામેલ છે. હીરબાઈ વીરજી ખેતશીના પુત્રવધૂ. પ્રેમજીના પત્ની. સુરેશ, નલીન, દિપક, કેતન, શશીકલાના માતા. મો. આસંબીયા લાછબાઈ હીરજી દેવશી છેડાના પુત્રી. તલકશી, ખીમજી, પ્રવિણ, પાનબાઈ નાગજી, રૂક્ષ્મણી પ્રેમજી, ઝવેરબેન કાંતિલાલ, હેમલતા પ્રેમજી, મીના હસમુખ, મધુબાળા હીરજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. પ્રેમજી વીરજી દેઢિયા. ૫૮૪/૧, સેલીસબરી પાર્ક, ૬-એ, હિલવ્યુ એપા., ગુલટેકડી, પુણે-૪૧૧૦૩૭.
ગુંદાલાના લતા શાંતીલાલ ગાલા (ઉં.વ. ૫૭) તા. ૧૫/૧૦/૨૪ના અવસાન પામેલ છે. વેજબાઇ દેવજી રાયશી ગાલાના પુત્રવધૂ. શાંતીલાલના ધર્મપત્ની. મયુર, વિક્રમના માતુશ્રી. મોટા આસંબીયા પ્રભાબેન કાનજી ઉકેડા દેઢિયાના સુપુત્રી. નિર્મળા વસંત, રેખા દિપક, સ્વ. દિના કાનજીના બેન. પ્રા. ક.વી.ઓ. ચિંચપોકલી મહાજનવાડી, વોલ્ટાસ ઘરની સામે, ચિંચપોકલી, મુંબઇ. ટા. ૧૨.૩૦ થી ૨.
તલવાણા હાલે અમદાવાદના કલ્પના હરખચંદ પોલડીયા (ઉં.વ. ૬૩) તા. ૧૪-૧૦-૨૪ના અવસાન પામેલ છે. નાનબાઈ નાનજીની પુત્રવધૂ. હરખચંદના પત્ની. રાકેશ, ફોરમ, હેમાંગ, આલોકના માતુશ્રી. નિર્મળા ગાંગજી, મેઘબાઈ ચાંપશીની પુત્રી. રેખા રમેશ, અલ્પા હેમંત,દિપા હિમાંશુ, મેરાઉ રામજી, શાંતિલાલ, નરેન્દ્ર, પાનબાઈ જેઠાલાલ, લાયજા ભાનુ વસંત, તારા લક્ષ્મીચંદ, નીરૂ ડુંગરશીના બેન. ચક્ષુદાન કરેલ છે. પ્રા. યોગી સભાગૃહ, દાદર. ટા. ૩.૩૦ થી ૫.૦૦.
ઘોઘારી વીશાશ્રીમાળી જૈન
સોનગઢ (પીપરલા) વાળા હાલ ડોંબિવલી સ્વ. હસમુખરાય દલીચંદભાઈ શાહના ધર્મપત્ની ભાનુમતીબેન (ઉં.વ. ૮૨) અરિહંતશરણ પામેલ છે. તે મીનાબેન, ભદ્રેશ, અલ્પેશ (ગોપી), સચિનના માતુશ્રી. હેમંતભાઈ, સ્મૃતિબેન, હેતલબેનના સાસુ. મોતીચંદભાઈના નાનાભાઈના પત્ની. પિયરપક્ષે દાઠાવાળા બાબુલાલ છગનલાલ શાહના દિકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સચિન શાહ, નારાયણ નિવાસ, પહેલા માળે, પાંડુરંગવાડી, સર્વોદય આંગણની સામે, ડોંબિવલી ઈસ્ટ.
કચ્છ દશા ઓસવાળ જૈન
ગામ વારાપધર હાલ ડોમ્બીવલીના શા. લાલજી લોડાયા (ઉં.વ. ૭૧) તા. ૧૬-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. મા.ધનબાઈ વેલજી ચત્રભુજના પુત્ર. સરલાબેનના પતિ. મા.પુષ્પાબેન હંસરાજ ચત્રભુજ ખોના (કોઠારા- વાપી)ના જમાઈ. વિપુલ તથા સૌ. અમિષા ખોનાના પિતાજી. સૌ. વિકેતા તથા હિતેશ દિનેશ ખોનાના સસરાજી. લૌકિક વ્યવહાર બંધ છે.