આમચી મુંબઈ

મુંબઈમાં નવરાત્રીના નવ દિવસોમાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાં થયો વધારો

મુંબઈઃ મુંબઈ શહેરમાં ત્રણથી ૧૧ ઑક્ટોબર મળીને નવરાત્રિના નવ દિવસ દરમિયાન ૫,૧૯૯ મિલકતની નોંધણી થઈ છે, જે નવરાત્રિ ૨૦૨૩માં નોંધાયેલા ૪,૫૯૪ એકમોની સરખામણીમાં વાર્ષિક ધોરણે ૧૩.૨ ટકા વૃદ્ધિ દર્શાવે છે. આ રજિસ્ટ્રેશનથી રાજ્યની તિજોરીમાં કુલ રૂ. ૫૦૨ કરોડની આવક થઇ છે.

વધુમાં, દૈનિક સરેરાશ પ્રોપર્ટી રજિસ્ટ્રેશનનો દર ૨૦૨૩ના નવ દિવસોમાં ૫૧૦ યુનિટથી વધીને નવરાત્રિમાં ૫૭૮ યુનિટ થયો હતો. દૈનિક આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, જે નવરાત્રિ ૨૦૨૩માં રોજ રૂ. ૪૮ કરોડથી વધીને ૨૦૨૪માં રૂ. ૫૬ કરોડ પ્રતિ દિવસ થયો હતો. સપ્ટેમ્બર ૨૦૨૪માં શહેરમાં કુલ ૯,૧૧૧ પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન્સ નોંધાયા હતા, જે રોજના સરેરાશ ૩૦૪ યુનિટ હતા. ૧૮ સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન પિતૃપક્ષ હોવાથી નોંધણીમાં ઘટાડો થયો હતો.

શ્રાદ્ધપક્ષ વખતે મુંબઈમાં ૩,૨૧૬ મિલકતની નોંધણી થઇ હતી, જેમાં દૈનિક સરેરાશ પાંચ ટકા વધીને ૨૭૯થી ૨૯૨ એકમ થઈ હતી, જે માર્કેટમાં વૃદ્ધિ થઈ હોવાનો નિર્દેશ કરે છે. રેવન્યુ કલેક્શનમાં પણ મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી, જે ૨૦૨૩માં રૂ. ૧૯૧ કરોડની સરખામણીએ ૨૦૨૪માં ૧૪ ટકા વધીને રૂ. ૨૧૯ કરોડ થઈ હતી. સરેરાશ દૈનિક આવક ૨૫ ટકા વધીને રૂ. ૧૬ કરોડથી રૂપિયા ૨૦ કરોડ થઈ છે.

આ પણ વાંચો : સિનિયર સિટિઝન, તેના મિત્રે ક્રિપ્ટોકરન્સી ફ્રોડમાં રૂ. 16.48 લાખ ગુમાવ્યા

નાઈટ ફ્રેન્ક ઈન્ડિયામાં જણાવ્યાનુસાર તહેવારોની સિઝનને કારણે વેચાણ વધ્યું હતું, જેના કારણે મિલકતની નોંધણીમાં વધારો થયો હતો. સપ્ટેમ્બર ૨૦૨૪માં ઓછું વોલ્યુમ જોવા મળ્યું, કારણ કે ઘર ખરીદનારાઓએ પિતૃપક્ષ દરમિયાન મોટી ખરીદી કરવાનું ટાળ્યું હતું.

જોકે, હાલના નાણાકીય સેક્ટરમાં સ્થિર વ્યાજ દરો અને પ્રીમિયમ પ્રોપર્ટીની વધતી જતી માંગને કારણે નવરાત્રિએ સેન્ટિમેન્ટમાં ફેરફાર કર્યો. નવરાત્રી ૨૦૨૪ દરમિયાન રેવન્યુ કલેક્શનમાં ૧૫.૨ ટકાનો વધારો થયો છે. દિવાળી સુધી તહેવારોની મોસમ ચાલુ હોવાથી તેમ જ સતત વેચાણ, પ્રોપર્ટીના ભાવમાં ધીમે ધીમે વધારો અને સ્થિર વ્યાજ દરોને કારણે નોંધણી વધવાની ધારણા છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker