આપણું ગુજરાત

કચ્છમાં આ વર્ષની ‘દિવાળી’ બની રહેશે ‘ચૈત્રવાળી’

ભુજ: દિવાળીના તહેવારને હવે ગણ્યા ગાંઠ્યા દિવસો બાકી છે, ત્યારે કચ્છમાં આસો માસમાં પણ ચૈત્ર માસ જેવા ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં હાલ શિયાળાની ગુલાબી ઠંડીને બદલે હિટવેવની અસર કચ્છવાસીઓને અકળાવી રહી છે. એકબાજુ કમોસમી ઝાપટાની મોસમ વચ્ચે પૂર્વ-દક્ષિણ દિશાએથી વાતા ગરમ પવનો અને અચાનક આકરા પડી રહેલા તાપથી ગરમીનું સામ્રાજ્ય છવાયું છે. કંડલા એરપોર્ટ ખાતે મહત્તમ તાપમાન 37 ડિગ્રીએ પહોંચી જતાં પંથકના ગળપાદર, અંજાર, આદિપુર અને ગાંધીધામ વિસ્તાર શેકાયો હતો.

આ ઉપરાંત જિલ્લાના મુખ્ય મથક ભુજમાં સતત ત્રણ દિવસથી મહત્તમ તાપમાનનો આંક 38 ડિગ્રી પર પહોંચ્યો છે જેને કારણે જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે, અલબત્ત બપોરના બે વાગ્યા બાદ વાતાવરણ ધાબડીયું બની જતાં ગરમીનો ડંખ થોડો ઓછો થયો હતો. દિવાળીની ખરીદી કરવા સવારના સમયે બજારે જવા ઇચ્છતા લોકોને પરાણે ઘરમાં પૂરાઈ રહેવું પડી રહ્યું છે. એપ્રિલ-મે મહિનાની જેમ બપોરના 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મોટા ભાગના રસ્તાઓ સુમસામ બની જાય છે અને સૂર્યાસ્ત બાદ બજારોમાં ખરીદીની રોનક વર્તાવવી શરૂ થઇ જાય છે.

શહેરો ઉપરાંત રાપરથી લઈ ખાવડા અને હાજીપીર સુધીની રણકાંધીના ગામો પણ ઊંચા તાપમાને શેકાઈ રહ્યાં છે.ભુજ અને કંડલા ઉપરાંત કચ્છના અન્ય કેન્દ્રો પણ રાજ્યમાં ઊંચા તાપમાનના સંદર્ભમાં મોખરે રહ્યા હતા. 35 ડિગ્રીએ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં વાતાવરણીય વિષમતા પણ યથાવત રહેવા પામી હોય તેમ લઘુતમ તાપમાન 22 ડિગ્રીએ રહેતાં વહેલી ઝાકળનો અનુભવ થયો હતો.

દરમ્યાન, રાજ્યભરમાં મિશ્ર ઋતુનું આ મોજું હજુ પખવાડિયા સુધી રહેવાની હવામાન ખાતાએ આગાહી કરતાં આ વખતની દિવાળી સૌથી ગરમ બની રહેશે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker