નેશનલવેપારસ્પેશિયલ ફિચર્સ

સુરક્ષિત રોકાણઃ 70 ટકા લોકો આજે પણ સોનાને આપે છે પ્રાથમિકતા, સર્વેમાં સામે આવી વાત

Gold News: આજે પણ સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે, 70 ટકા લોકો આજે પણ સોનામાં રોકાણને પ્રાથમિકતા આપે છે, એક સર્વેમાં આ વાત સામે આવી છે. સર્વેમાં સામેલ થનારા લોકોએ એમ પણ જણાવ્યું હતું કે, સોનામાં રોકાણ કરવાથી બચત કરવાની આદત પર સકારાત્મક અસર થઈ છે.

સર્વેમાં ભાગ લેનારા 3000 લોકોમાંથી 85 ટકા લોકોએ માન્યું કે, વેલ્થ ક્રિએટ કરવા માટે સોનું એક જરૂરી એસેટ છે. ગોલ્ડનું સતત શાનદાર રિટર્ન આપવું અને માર્કેટમાં હંમેશા તેની માંગ આ પાછળના મુખ્ય કારણ છે. સર્વેમાં જાણવા મળ્યા મુજબ, 25 થી 40 વર્ષના રોકાણકારો ફિઝિકલની સાથે ડિજિટલ રીતે પણ સોનામાં રોકાણ કરી રહ્યા છે. જે તેમના નિવૃત્તિ અને લાંબાગાળાની બચતનો હિસ્સો છે.

ડિજિટલ ગોલ્ડમાં રોકાણ પ્રથમ પસંદગી
આજના ડિજિટલ યુગમાં સોનામાં રોકાણ માટે ડિજિટલ ગોલ્ડ લોકોની પ્રથમ પસંદગી છે. શુદ્ધતાની ગેરંટી, એસઆઈપી વિકલ્પની ઉપલબ્ધતા અને આસાનીથી રોકાણના કારણે ડિજિટલ રીતે લોકો સોનામાં રોકાણ કરી રહ્યા છે. સર્વેના આંકડા મુજબ, 35 વર્ષથી ઓછી ઉંમરના 75 ટકા લોકો સોનામાં રોકાણને પ્રાથમિકતા આપી રહ્યા છે.

સર્વેમાં ભાગ લેનારા 50 ટકાથી વધારે લોકોનું માનવું છે કે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી વધારે માત્રામાં સોનું ખરીદવાની ક્ષમતા સૌથી વધારે આકર્ષક સુવિધાઓ પૈકીની એક છે, જો તેમની રોકાણ આદતોને બદલવા માટે પ્રેરિત કરે છે. સર્વેમાં સામેલ મોટાભાગના લોકોએ આસાનાથી પહોંચ, સુરક્ષિત અને ઓછી વેલ્યૂમાં રોકણ જેવી સુવિધાઓના કારણે ગોલ્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્રાથમિકતા હોવાનું જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button