મિસ મધ્ય પ્રદેશનો ખિતાબ જિતનારી નિકીતા પોરવાલ આ બોલીવૂડ એક્ટ્રેસને માને છે પોતાનો આદર્શ
મધ્ય પ્રદેશની ઉજ્જૈનની રહેવાસી નિકીતા પોરવાલ મિસ મધ્ય પ્રદેશનો ખિતાબ જિતી ચૂકી છે. 18 વર્ષની ઉંમરથી કામ કરનારી નિકીતા એક એક્ટલ છે અને તેણે એક ટીવી એન્કર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં નિકીતા 60થી વધુ નાટકમાં કામ કરી ચૂકી છે અને તેણે અનેક ફિલ્મમાં પણ કામ કર્યું છે, જે અનેક ઈન્ટરનેશનલ ફેસ્ટિવલમાં દેખાડવામાં આવી છે અને ટૂંક સમયમાં જ ભારતમાં રીલિઝ કરવામાં કરવામાં આવશે.
ફેમિના મિસ ઈન્ડિયામાં રેખા પાંડે ફર્સ્ટ રનર અપ અને આયુષી ઢોલકિયા સેકન્ડ રનર અપ રહી હતી. ફેમિની મિસ ઈન્ડિયા-2024નું આયોજન મુંબઈના મહાલક્ષ્મી ખાતે આવેલા ફેમસ સ્ટુડિયોમાં 16મી ઓક્ટોબરના કરવામાં આવ્યું હતું. નિકીતાએ પોતાની હાયર સ્ટડીઝ વડોદરાની મહારાજા સયાજી રાવ યુનિવર્સિટીથી પૂરી કરી છે.
મિસ મધ્ય પ્રદેશનો ખિતાબ જિતનારી નિકીતા પોરવાલ એક્ટ્રેસ અને મિસ વર્લ્ડ રહી ચૂકેલી ઐશ્વર્યા રાયને પોતાનો આદર્શ માને છે અને એની પાસેથી જ પ્રેરણા લે છે. મિસ ઈન્ડિયાનો ખિતાબ જિત્યા બાદ નિકીતા હવે મિસ વર્લ્ડ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
નિકીતાનું સપનું છે કે તે સંજય લીલા ભણસાલીની ફિલ્મોમાં કામ કરે. અત્રે ઉલ્લોખનીય છે કે બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય અને પ્રિયંકા ચોપ્રાએ પણ આ ટાઈટલ જિત્યું હતું અને ત્યાર બાદ અનેક વર્ષો સુધી તેઓ સંજય લીલા ભણસાલીની ફિલ્મનો ભાગ રહી ચૂકી છે. એક્ટિંગની સાથે સાથે નિકીતાને પ્રાણીઓ માટે પણ ખાસ લગાવ છે અને તે એનિમલ વેલફેર માટે પણ કામ કરે છે. તેણે જણાવ્યું હતું કે આ તેને સૌથી વધુ સુખ અને ખુશી આપતી પ્રવૃત્તિ છે.