આમચી મુંબઈમહારાષ્ટ્ર

Election: મુંબઈના ‘આ’ વિસ્તારના રહેવાસીઓની ચીમકી, મતદાનનો બહિષ્કાર

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પછી તમામ પક્ષો મતદારોને રિઝવવા માટે લોભામણી જાહેરાત કરી રહી છે ત્યારે તાજેતરમાં મુંબઈની બીડીડી ચાલના અમુક રહેવાસીઓમાં સરકારી કામગીરીથી નારાજગી પ્રવર્તી રહી છે, તેથી આ વખતની ચૂંટણીમાં અમુક લોકો મતદાનનો બહિષ્કાર કરી શકે છે.

કોઈ પણ રાજકીય પક્ષ અથવા ઉમેદવારે પ્રચાર માટે કે મત માંગવા માટે અમારી ચાલીમાં પગ મૂકવો નહીં એવું આક્રમક વલણ મુંબઈના વર્લી વિસ્તારમાં આવેલી ખ્યાતનામ બીડીડી ચાલના રહેવાસીઓએ અપનાવ્યું છે. આ ચાલીઓમાં ‘પ્રથમ તબક્કાના ઘર અમારા હકના છે, કોઈના બાપના નથી, એમ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

રાજ્ય સરકાર, મ્હાડાનો જાહેર બહિષ્કાર’ જેવા વિરોધ પ્રદર્શનના લખાણ ધરાવતા પાટિયા બીડીડી ચાલની બહાર જોવા મળી રહ્યા છે. વરલી બીડીડી ચાલમાં ૩૫થી વધુ રહેવાસીઓએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. પરિણામે વિધાનસભાની ચૂંટણી વખતે આ મુદ્દો ભડકે તેવી શક્યતા દેખાઈ રહી છે.

આપણ વાંચો: નવનીત રાણા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નહીં લડે

વરલી બીડીડી ચાલ પુનર્વિકાસ પ્રોજેક્ટ હેઠળની પુનર્વસન ઇમારતોના પ્રથમ તબક્કામાં સમાવેશ થયેલી ચાલીઓ બાકાત રાખવામાં આવી હતી. એને બદલે ત્રીજા તબક્કાની ચાલી પહેલા તબક્કાની પુન:નિર્માણ ઇમારતમાં સામેલ કરવામાં આવી હતી. રહેવાસીઓએ આ નિર્ણયનો સખ્ત વિરોધ કર્યો છે.

પહેલા તબક્કામાં જ સામેલ કરવામાં આવે એવી આ રહેવાસીઓની ઈચ્છા છે. રાજ્ય સરકાર અને મ્હાડાએ ભારે અવ્યવસ્થા સર્જી હોવાનો આક્ષેપ પણ રહેવાસીઓએ કર્યો છે.

આ કારણસર જ રાજ્ય સરકાર અને મ્હાડાના નિર્ણયના વિરોધમાં ચાલના ૩૫થી રહેવાસીઓએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. આ અંગે મુંબઇ બોર્ડના અધિકારીઓનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે આદર્શ આચારસંહિતાને ધ્યાનમાં રાખીને આ મુદ્દે કોઇ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button