આપણું ગુજરાતભુજ

મુન્દ્રા પોર્ટ પર DRIની કાર્યવાહી: લાકડાના ભુંસામાં આવ્યા આઠ કરોડના કાજુ

ભુજ: ગાંધીધામ ડીઆરઆઈને દાણચોરીના પ્રયાસને નાકામ કરવામાં સફળતા મળી છે. મુંદરા અદાણી બંદર પર લાકડાના ભુંસાના નામે આવેલા કેટલાક કન્ટેનરોમાંથી ગાંધીધામ ડીઆરઆઈએ આઠ કરોડના કાજુના જથ્થાને જપ્ત કરી દાણચોરીના પ્રયાસને નાકામ બનાવ્યો હતો.

તહેવારોના દિવસોમાં બજારમાં ડ્રાયફ્રુટ્સની માંગ વિશેષ હોય છે ત્યારે મિસડિક્લેરેશન થકી ડ્રાયફ્રૂટ્સનું સ્મગલિંગ પણ વધે છે તેવામાં ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટીલેજન્સની ગાંધીધામ શાખાને મળેલા ઈન્પુટના આધારે વીયેતનામથી મુંદરા લાકડાના ભુંસાના નામે આયાત થયેલા સાત કન્ટેનરોને અલગ તારવીએ ઊંડી તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : પેટા ચૂંટણી : વાવ ભાજપ માટે અડી-કડીની, કોંગ્રેસ માટે નવઘણ કૂવો -મતદાન ના કરે તે જીવતો મૂઓ !

ડીઆરઆઈને લાકડાના ભૂંસા સાથે છુપાવેલા કાજુના 100 મેટ્રિક ટન વજનના પેકેટ્સના ઢગલા મળી આવ્યા હતા, જેની ભારતીય બજાર અનુસાર કિંમત આઠ કરોડ આંકવામાં આવી છે.

આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિક્લેર કરેલા ભુંસાની કિંમત માત્ર 25 લાખ દર્શાવવામાં આવી હતી. કસ્ટમ તંત્રથી બચવા દાણચોરોએ કન્ટેનરમાં ચારે તરફ લાકડાનો ભુંસો ભરી નાખવામાં આવ્યો હતો અને તેની વચ્ચોવચ્ચ કાજુના પેકેટ્સ રખાયા હતા. ડીઆરઆઈની પ્રાથમિક તપાસમાં નવસારી, બરોડા, વાપીના એક સમુહએ એક કંપની બનાવીને આ આયાત કરી હોવાનું બહાર આવતાં સબંધીતોની ઉલટ તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button