કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2024ના મુસદ્દા પર વિચાર-વિમર્શ કરવા માટે ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ), રાષ્ટ્રીય રમત સંઘ (એનએસએફ) અને નેશનલ સ્પોર્ટ્સ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન્સ (એનએસપીઓ) સાથે મહત્વપૂર્ણ હિતધારકોની પરામર્શ બેઠકની અધ્યક્ષતા કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસે, ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ શ્રીમતી પી. ટી. ઉષા અને મિશન ઓલિમ્પિક સેલ અને કેન્દ્રીય મંત્રાલયોના રમતગમત નિયંત્રણ બોર્ડના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. માંડવિયાએ પોતાનાં સંબોધનમાં ઉત્કૃષ્ટતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપતી મજબૂત અને પારદર્શક રમતગમતની ઇકોસિસ્ટમ ઊભી કરવાની સરકારની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2024 બિલનો મુસદ્દો ભારતમાં મજબૂત અને પારદર્શક રમતગમત શાસન માળખું ઊભું કરવાનાં અમારાં મિશનમાં સીમાચિહ્નરૂપ છે, જે ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ચાર્ટર સહિત આંતરરાષ્ટ્રીય ધારાધોરણો સાથે સુસંગત છે.
આપણ વાંચો: ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે એગ્રીગેટર્સ સાથે ડો માંડવિયાની બેઠક
તેમણે જણાવ્યું હતું કે, વિવિધ હિતધારકો અને લોકોની સક્રિય ભાગીદારી નીતિઓને આકાર આપવા માટે મહત્ત્વપૂર્ણ છે, જે આપણા રમતગમત સમુદાયની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે
મંત્રીએ જણાવ્યું હતું કે, “ડ્રાફ્ટ બિલ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં પ્રધાનમંત્રીનાં વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે, જેમાં રમતગમત રાષ્ટ્રીય ગૌરવ અને વૃદ્ધિનાં આધારસ્તંભ તરીકે ખીલે છે.
” તેમણે ઉમેર્યું હતું કે, “રમતવીરો-કેન્દ્રિત ફેડરેશનોને સશક્ત બનાવીને, સેફ સ્પોર્ટ્સ પોલિસી પ્રસ્તુત કરીને અને અપીલેટ સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલની સ્થાપના કરીને અમે એક મજબૂત માળખું ઊભું કરી રહ્યાં છીએ, જે આપણાં રમતવીરોને ઉત્કૃષ્ટ બનાવવાની સાથે-સાથે વૈશ્વિક રમતનાં મંચ પર ભારતની સ્થિતિને પણ મજબૂત કરે છે.”
આ પરામર્શમાં વિવિધ એનએસએફ, એનએસપીઓ અને આઇઓએના પ્રતિનિધિઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી, જેમણે સૂચિત શાસન સુધારાઓ, રમતવીરોના કલ્યાણના પગલાઓ અને રમતગમતના વહીવટમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવા પર તેમના દ્રષ્ટિકોણની વહેંચણી કરી હતી. આ બેઠકમાં રમતવીરોનાં અધિકારોનું રક્ષણ, રમતગમત સંસ્થાઓની કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને ભારતની વૈશ્વિક સ્તરે રમતગમતની પ્રતિષ્ઠા વધારવા જેવા મુખ્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.