10 દિવસમાં ત્રણ વખત ગોચર કરી બુધ આ રાશિના જાતકોને અપાવશે અપરંપાર લાભ…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરીને શુભા-શુભ યોગ બનાવે છે, જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. ઓક્ટોબર મહિનાના અંતમાં 10 દિવસમાં ગ્રહોના રાજકુમાર બુધ એક-બે નહીં ત્રણ-ત્રણ વખત ગોચર કરવા જઈ રહ્યા છે, જેને કારણે અમુક રાશિના જાતકો માટે સોનેરી સમય શરૂ થવા જઈ રહ્યો છે. આવો જોઈએ બુધ ક્યારે ક્યારે ગોચર કરશે અને એને કારણે કઈ કઈ રાશિને લાભ થઈ રહ્યો છે-
મુંબઈના એક જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર પાંચ દિવસ બાદ એટલે કે 22મી ઓક્ટોબરના બુધ ગ્રહ વિશાખા નક્ષત્રમાં ગોચર કરશે અને એના સાત દિવસ બાદ એટલે કે 29મી ઓક્ટોબરના બુધ ગ્રહોના સેનાપતિ મંગળની રાશિ વૃશ્ચિકમાં ગોચર કરશે. આ રાશિ પરિવર્તનના બે દિવસ બાદ એટલે કે 31મી ઓક્ટોબરના બુધ ગ્રહ વિશાખા નક્ષત્રમાંથી ગોચર કરીને અનુરાધા નક્ષત્રમાં ગોચર કરશે. આ રીતે દિવાળીમાં બુધ 10 દિવસમાં ત્રણ વખત ગોચર કરીને પાંચ રાશિના જાતકોને માલામાલ બનાવી રહ્યા છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિ-
મેષઃ
મેષ રાશિના જાતકો માટે બુધનું ગોચર લાભદાયી રહેશે, આ સમય શુભ રહેશે. વેપારમાં નવી નવી તક મળશે અને વેપારનો વિસ્તાર થશે. નફો વધવાની પૂરેપૂરી શક્યા છે. નોકરી કરી રહેલાં લોકોનો પગાર વધી શકે છે. કોઈ સંબંધી પાસેથી સારા સમાચાર સાંભળવા મળશે.
મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે થઈ રહેલું બુધનું ગોચર શુભ પરિણામો લઈને આવશે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો પર પણ આ ગોચરની અસર જોવા મળશે. આવકમાં વૃદ્ધિ થશે. યુવા વર્ગની આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવશે. વેપાર નો વિસ્તાર થશે. નોકરી બાબતના પણ કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
સિંહઃ
સિંહ રાશિના લોકો માટે પણ બુધનું ગોચર છપ્પરફાડ ફાયદો લઈને આવશે. કામના સ્થળે આ રાશિના જાતકોના માન-સન્માનમાં વૃદ્ધિ થશે. મનમાં પ્રસન્નતા રહેશે. વેપાર સંબંધિત યાત્રા લાભદાયક રહેશે. પારિવારિક સંબંધોમાં પણ મજબૂતી આવશે.
આ પણ વાંચો :આજનું રાશિફળ (17-10-24): આ બે રાશિના જાતકોને આજે થશે લાભ, તો મેષ અને કુંભ રાશિના જાતકોનો વધશે ખર્ચ…
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે દિવાળીના સમયે બુધનું એક કરતાં વધુ વખત થઈ રહેલું ગોચર અનુકૂળ સમય લાવશે. પ્રેમ સંબંધમાં મધુરતા આવવાની સંભાવના. વિદ્યાર્થીઓ માટે સારો સમય. રાજકારણ સંબંધિત લોકોને લાભ થશે. સમાજમાં માન સન્માન વૃદ્ધિ થશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.
કુંભઃ
કુંભ રાશિના વિદેશ જઈને અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે, તેમનું સપનું સાકાર થશે. અધ્યાત્મિક કાર્યોમાં રસ વધી રહ્યો છે. માનસિક શાંતિ વધશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સતાવી રહી હશે તો એમાંથી પણ છુટકારો મળશે.