જૂનાગઢ

પેટા ચૂંટણી : વાવ ભાજપ માટે અડી-કડીની, કોંગ્રેસ માટે નવઘણ કૂવો -મતદાન ના કરે તે જીવતો મૂઓ !

સરવા સોરઠમાં ઉપર જે વાંચી તે લાઇન એક કહેવત રૂપે જૂનાગઢ સાથે સંકળાયેલી છે. જૂનાગઢના ઉપરકોટમાં મુસ્લિમ સાશકોથી એક વાવ છે. જેને અડી-કડીની વાવ તરીકે ઓળખાય છે.

પણ અહીં, વાત કરીએ છીએ વાવ વિધાનસભાની. કાળમીંઢ એવા એક જ ખડકથી કોતરવામાં આવેલી વાવ સુધી જેમ સર્પાકાર પગથિયાં ઉતારવા પડે છે તેવી સ્થિતિ અહી ભાજપાની છે.

જેમ જૂનાગઢ એક દુર્ગ (કિલ્લો ) છે તેમ વાવ એ કોંગ્રેસનો કિલ્લો છે. જે ભાજપે પેટા ચૂંટણીમા ફતેહ કરી, ગેની બહેનના ગઢના કાંગરા ખેરવવાના છે. ‘વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ 3,10,681 મતદારો છે. જેમાં 1,61,293 પુરુષ અને 1,49,387 સ્ત્રી મતદારો અને 01 અન્ય મતદારનો સમાવેશ થાય છે. 13 નવેમ્બરે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન છે.

જેના માટે તારીખ 18 ઑક્ટોબરથી તારીખ 25 ઑક્ટોબર 2024 સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરવામાં આવશે.જ્યારે મત ગણતરી 23 નવેમ્બરે થશે.

આપણ વાંચો: વાવ રૂપી ‘માછલીની આંખ વિંધવા’ ભાજપે સોંપી આ ‘અર્જુન’ ને જવાબદારી…

કોંગ્રેસ માટે વાવ બેઠક નવઘણ કૂવા જેવી છે. જેમાં પાણી પણ છે અને મતદારો રૂપી જોક પણ કોંગ્રેસ તરફી રહ્યો છે. હવે જ્ઞાતી- જાતિના સમીકરણના આધારે ટિકિટ અપાય તો તે માટે કોંગ્રેસનાં ગુજરાતમાથી એક માત્ર સાંસદ ગેની બહેને કહ્યું છે કે, કોંગ્રેસ તરફથી ઉમેદવાર ઠાકોર નહીં હોય. એટલે ચૌધરી કે ક્ષત્રિય કે પટેલ કોઈ પણ જ્ઞાતીના ઉમેદવાર હોય શકે છે.

ભારતીય જનતા પાર્ટીના એક પ્રભારી અને ત્રણ નિરીક્ષકો આજે વાવ જઈને પાર્ટી લાઇન પ્રમાણે ‘સેન્સ’ લઈ રહ્યા છે. દાવેદારોમાં મુકેશ ઠાકોર, શૈલેષ ચૌધરી,સ્વરૂપજી ઠાકોર, કરસનજી ઠાકોર, લાલજી પટેલ,રજનિ પટેલ, અને ગજેન્દ્રસિંહ રાણા વાવ વિધાનસભા ટિકિટના દાવેદાર છે.

તો કોંગ્રેસમાથી કે પી ગઢવી, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, ઠાકરસી રબારી અને માવજી પટેલ દાવેદારો છે. જો કે માનવમાં આવે છે કે વિધાનસભાની આ વાવ બેઠકની પેટા ચૂંટણી જેમ ભાજપ માટે પ્રતિસ્ઠાનો પ્રશ્ન છે તેમ, ગેની બહેન માટે થઈને વાવ વિધાનસભાની જનતા ફરી મામેરું કેવી રીતે ભરે છે તે જોવું વધુ રસપ્રદ રહેશે.

જો કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ -આપ વચ્ચે સમજૂતી હતી તે આ વખતે પેટા ચૂંટણીમા ના હોય કોંગ્રેસમાં મત કાપાય તેવી સંભાવનાઓ ને નકારી શકતી નથી. 2022ની વિધાનસભા ચૂંટણીમા કોંગ્રેસની લગભગ 40 થી 45 બેઠકો પર આમ આદમી પાર્ટીએ વોટ કાપ્યા હતા એટલુ જ નહીં.

પાંચ બેઠકો પર આપના ધારાસભ્યોએ જીત્યા પણ હતા. એટલે ભાજપ માટે આ વખતે પણ આપ રસ્તો કરી દેશે. જો કે મહારાષ્ટ્ર વિધાનસભા ને ઝારખંડમાં આમઆદમી પાર્ટી છૂટની ના લડીને INDI ગઠબંધનને મજબૂતી આપવાનું કામ કરશે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker