અંધેરી લોંખડવાલાની બહુમાળીય ઈમારતની આગમાં ત્રણના મૃત્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી (પશ્ર્ચિમ)માં લોખંડવાલા કૉમ્પલેક્સમાં ૧૪ માળની બહુમાળીય ઈમારતના ૧૦મા માળા પર આવેલા ફ્લેટમાં લાગેલી આગમાં સિનિયર સિટિઝન દંપત્તી સહિત નોકરનું મૃત્યુ થયું છે. મૃતકોમાં ૭૪ વર્ષના ચંદ્રપ્રકાશ સોની તેમના ૭૪ વર્ષના પત્ની કાંતા સોની અને ૪૨ વર્ષના નોકર પેલૂબેટાનો સમાવેશ થાય છે. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. જોકે પોલીસ ઘટના સ્થળેથી થીનર જેવું કેમિકલ મળી આવ્યું હોવાથી શોર્ટ સર્કિટ સહિત અન્ય એન્ગલથી પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું ઓશિવરા પોલીસે જણાવ્યું હતું.
| Also Read: બેસ્ટની બસો રસ્તા પરથી ગાયબ થઈ જશે! ડિસેમ્બર અંત સુધીમાં બેસ્ટ પાસે ફક્ત ૫૦૦ બસ બાકી રહેશે
લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં રિયા પૅલેસ નામની ૧૪ માળની બિલ્િંડગ આવેલી છે. બિલ્િંડગના ૧૦ માળા પર ચંદ્રપ્રકાશ સોની અને કાંતા સોની રહેતા હતા. તેમના બે દીકરા વિદેશમાં સ્થાયી થયા છે, જેમાં એક સિંગાપુર અને એક અમેરિકામાં રહે છે. બુધવારે સવારના લગભગ આઠ વાગ્યાની આસપાસ તેમના ઘરમાંથી મોટા પ્રમાણમાં ધુમાડો નીકળી રહ્યો હોવાનું ઈમારતના એક રહેવાસી નીચે મોર્નિંગ વોક કરી રહ્યા હતા ત્યારે તેમને જણાઈ આવ્યું હતું. તેથી તેમણે તુરંત ફાયરબ્રિગેડને જાણ કરી હતી.
રિયા પૅલેસ બિલ્િંડગના એક રહેવાસીના જણાવ્યા મુજબ આ દરમિયાન ચંદ્રકાંત સોનીના ઘરમાંથી ધુમાડો નીકળી રહ્યો હોવાનું તેમના પડોશીને જણાઈ આવ્યું હતું. તેમની પાસે ચંદ્રકાંત સોનીના ઘરની ચાવી હંમેશા રહેતી હોવાથી તેમણે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંદરથી મોટા પ્રમાણમાં ધુમાડો નીકળી રહ્યો હતો. તેથી તેઓ કંઈ કરી શક્યા નહોતા. આ દરમિયાન ફાયરબ્રિગેડ આવી ગઈ હતી અને તેણે અડધા કલાકમાં આગ પર નિયંત્રણ મેળવ્યું હતું.
| Also Read: મુંબઈમાં આજથી બે દિવસ પાંચથી દસ ટકા પાણીકાપ
ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આગ બુઝાવ્યા બાદ અંદર પ્રવેશ કરવાની સાથે જ બેડરૂમમાં પતી-પત્ની જમીન પર પડયા હતા, જેમાં ચંદ્રકાંત લગભગ ૮૦ ટકાથી પણ વધુ દાઝી ગયા હતા. તો તેમના પત્ની હાથ-પગ અને છાતી પર દાઝી ગયા હતા. જ્યારે તેમનો નોકર ધુમાડાને કારણે ગૂંગળાઈને બેહોશ થઈને પડ્યો હતો. તેમને તુરંત કૂપર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યા ડૉકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
આગ શંકાસ્પદ
પોલીસ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે પરિવારનો મોટો બિઝનેસ છે, જે વિદેશમાં પણ ફેલાયેલો છે અને બંને દીકરા સંભાળે છે. અહીં પતી-પત્ની બંને એકલા નોકર સાથે રહેતા હતા. પરિવારની મુંબઈમાં ઓશિવરામાં વિસ્તારમાં પણ મોટી ઓફિસ આવેલી છે. મૃતક ચંદ્રપ્રકાશ તેઓ રિટાયર્ડ ઓફિસર હતા. જોકે વર્ષોથી પરિવારનો બિઝનેસમેન ચલાવી રહ્યા હતા. ઉંમરને કારણે તેમને આંખે થોડું ઓછું દેખાતું હતું. બુધવારે તેમના ફ્લેટમાં આગ લાગી ત્યારે તેમના બેડરૂમમાં પલંગ પાસે થીનર ગાદલા પાસે સહિત નીચે ઢોળાઈ ગયેલું જણાઈ આવ્યું હતું. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી કે પછી બીજા કોઈ કારણથી તે ચોક્કસ તપાસ બાદ જ બહાર આવશે.
| Also Read: મહારાષ્ટ્ર ચૂંટણીઃ ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી તૈયાર, મોદી-શાહે મારી મંજૂરી!
૩૫ વર્ષથી ફાયરબ્રિગ્રેડ સ્ટેશન ફક્ત કાગળ પર
અંધેરી લોખંડવાલા ઓશિવરા સિટિઝન અસોસિયેશનના ડાયરેકટર ધવલ શાહે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે બુધવારે ઓશિવરાની હાઈરાઈઝ બિલ્િંડગમાં આગ લાગી ત્યારે આગ બુઝાવવા માટે ફાયરબિગ્રેડની ગાડી અંધેરી બહારથી આવી હતી. અંધેરી(પશ્ર્ચિમ)માં વર્સોવા, સાત બંગલો, લોખંડવાલા, ઓશિવરા જેવા વિસ્તારમાં રિડેવલપમેન્ટના કામ ચાલી રહ્યા છે. હાઈરાઈઝ ઈમારતની સંખ્યા વધી રહી છે પરંતુ તેની સામે અહીં આ વિસ્તારમાં ફાયરબ્રિગેડ સ્ટેશન નથી. ૧૯૯૧ના ડેવલપમેન્ટ પ્લાનમાં વર્સોવામાં ચિત્રકુટ ગ્રાઉન્ડ પરના પ્લોટને ફાયરબ્રિગેડ સ્ટેશન બનાવવા માટે રિઝર્વ કરવામાં આવ્યો હતો. આ પ્લોટ ખાનગી ડેવલપર પાસે એમ જ પડી રહ્યો છે. વર્ષોથી ફાયરબ્રિગેડ માટે જગ્યા રિઝર્વ હોવા છતાં અહીં સુધરાઈએ કોઈ પગલાં લીધા નથી. આ બાબતે તાજેતરમાં પાલિકા કમિશનરન આ બાબતે પત્ર લખીને તેમનું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું. તેમણે આ બાબતે ઘટતું કરવાનું આશ્ર્વાસન આપ્યું છે, પરંતુ પ્રત્યક્ષમાં કામ કયારે આગળ વધશે તેની રાહ જોવામાં આગ જેવી દુર્ઘટનામાં વધુ જાનહાનિ ના થાય.