ઓટાવા: ભારત અને કેનેડાના રાજ્દ્વારીય સંબંધો સૌથી ખરાબ સ્તરે (India-Canada tension) પહોંચી ગયા છે, જેનું કારણ છે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau )એ ભારત પર લગાવેલા ગ્માંભીર આરોપો. ટ્રુડોએ ગયા વર્ષે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોની સંડોવણીનો આરોપ મૂક્યો અને કહ્યું હતું કે તેમની પાસે માત્ર ગુપ્ત માહિતી છે, જોકે હવે ટ્રુડોએ સ્વીકાર્યું છે કે તેમની પાસે કોઈ ‘નક્કર પુરાવા’ ન હતા.
| Also Read: વાવ બેઠક પર ત્રિપાંખિયો જંગ કે બીજું કંઈ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન તૂટશે?
અહેવાલ મુજબ ટ્રુડોએ ફેડરલ ચૂંટણી અને કેનેડાની લોકતાંત્રિક સંસ્થાઓમાં વિદેશી હસ્તક્ષેપ અંગે પૂછપરછના સંબંધમાં જુબાની આપતાં આ વાત કાબુલી હતી. ટ્રુડોએ કહ્યું, “મને એ વિશે માહિતી આપવામાં આવી હતી કે કેનેડા અને ‘ફાઇવ આઇ’ સહયોગીને ગુપ્ત માહિતી મળી હતી કે નિજ્જરની હત્યામાં ભારત સામેલ છે. આ એવી બાબત છે જેને તેમની સરકારે ખૂબ ગંભીરતાથી લીધી છે.”
‘ફાઇવ આઇઝ’ અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યુઝીલેન્ડનો પાંચ દેશોની ગુપ્તચર એજન્સીઓનું નેટવર્ક છે. ટ્રુડોએ કહ્યું, “ભારતે હત્યામાં સામેલ હતું, અને અમારી પાસે એવું માનવા માટેનું કારણ છે.”
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યોજાયેલી G-20 સમિટને યાદ કરતાં ટ્રુડોએ કહ્યું કે તે ભારત માટે એક મોટી તક હતી અને જો કેનેડાએ એ સમયે આ આરોપો સાર્વજનિક કર્યા હોત, તો કેનેડા ભારતને આ સમિટમાં ખૂબ જ અસહજ સ્થિતિમાં મૂકી શક્યું હોત.
તેમણે કહ્યું, ”અમે એવું ન કરવાનું નક્કી કર્યું. અમે નક્કી કર્યું કે પડદા પાછળ રહીને કામ કરીશું, જેથી ભારત અમને સહયોગ આપે, ભારતીય પક્ષે પુરાવા માંગ્યા અને અમારો જવાબ હતો,એ તમારી સુરક્ષા એજન્સીઓ પાસે છે.”
ટ્રુડોએ કહ્યું કે “તે સમયે, તે મુખ્યત્વે ગુપ્તચર માહિતી હતી, નક્કર પુરાવા નહીં, તેથી અમે કહ્યું, સાથે મળીને કામ કરીએ. ભારતે આ આરોપો અને અમારી તપાસ બાબતે અમારી સરકાર હુમલા તેજ કર્યા છે. કેનેડિયન સાર્વભૌમત્વ અને લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા, ડઝનેક કેનેડિયન રાજદ્વારીઓને ભારતમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.”
| Also Read: “ટ્રુડો સાથે ઘરોબો, ભારતના જાસૂસી નેટવર્કની માહિતી પહોંચાડી” પન્નુએ ભારત સામે ઓકયું ઝેર…
તેમણે કહ્યું, ”આ સ્પષ્ટ સંકેતો છે કે ભારતે કેનેડાની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું છે.”
નોંધનીય છે કે ભારતે નિજ્જર હત્યા કેસમાં સામિલ હોવાના કેનેડાના દાવાને ફગાવી દીધો હતો. ગયા વર્ષે જૂનમાં બ્રિટિશ કોલંબિયાના સરેમાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.