જૈન મરણ
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
બગસરા નિવાસી હાલ (મલાડ) મુંબઈ સ્વ. ધીરજલાલ ગાંગજીભાઈ ગાંધીના પુત્ર રાજેન્દ્ર ગાંધી (ઉં. વ. ૬૩) તા. ૧૫.૧૦.૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ચેતનાબેનના પતિ. તે અશ્ર્વિનભાઈ, પ્રફુલભાઈ, જયવંતીબેન, મંજુલાબેન તથા પૂજ્ય ધર્મિલાબાઈ મહાસતીના ભાઈ. તે સ્વ. હરસુખલાલ તથા લલિતભાઈના સાળા. તે કૃતિ દુર્ગેશ વિશ્ર્વકર્મા તથા કૃપા પુરવ દોશીના પિતાશ્રી. તે સસરા પક્ષે સ્વ. હિંમતલાલ જેચંદ દોશીના જમાઈ. ચક્ષુદાન કરેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
દશા શ્રીમાળી સ્થા. જૈન
અમરાપુર-બરવાળા નિવાસી હાલ ઘાટકોપર સુશીલા દોશી, તેઓ નવનીતલાલ વીરચંદ દોશીના ધર્મપત્ની મંગળવાર ૧૫-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. અમીચંદ વીરચંદ દોશી, મનસુખલાલ, શીવલાલ વિરચંદ દોશીના ભાભી. રંભાબેન શીવલાલ ગોસલીયાના દીકરી. સ્વ. ભોગીભાઈ, સુરેશભાઈ, ધીમંતભાઈ, શરદભાઈ તથા નીખીલભાઈના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી સ્થા. જૈન
જૂનાગઢ નિવાસી હાલ વસઇ જનકલાલ છોટાલાલ શાહ (ઉં.વ. ૯૩) દમયંતીબેનના પતિ, ૧૬/૧૦/૨૪ના અરિહંતશરણ પામ્યા છે. ગોંડલ નિવાસી સ્વ. જગન્નાથ પારેખના જમાઈ. ભાવિક, જેમિનીના પિતા. વર્ષા, બીનાના સસરા. પ્રાચી, દેવશ્ય, યાત્રી, તીરથના દાદા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલારી વિસાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
જામનગર નિવાસી હાલ કોલ્હાપુર સ્વ. તવરાબેન ઠાકરશી દેવસી વસાના સુપુત્ર ગજેન્દ્રભાઈ (બાબાભાઈ) (ઉં.વ. ૮૬) તે સાધનાબેનના પતિ. સ્વ. જયેશભાઇના પિતા. સ્વ. હેમુભાઈ, સ્વ. રાજાભાઈ, સ્વ. જયચંદ્રભાઈ, સ્વ. હસમુખરાય, સ્વ. સુભાષભાઈ તથા સ્વ. જયાબેનના ભાઈ. સ્વ. પ્રાણલાલભાઈ માધવજી મેહતાના જમાઈ તા. ૧૬/૧૦/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનસભા શુક્રવાર, તા. ૧૮/૧૦/૨૪ના ૧૧ થી ૧૨, રુઇકર કોલોની હોલ, કોલ્હાપુર.
દિગમ્બર વિસા મેવાડા સમાજ જૈન
રૂદેલ નિવાસી હાલ મુંબઈ સ્વ. શ્રી ભાઇલાલભાઈ કાલિદાસ શાહના સુપુત્ર જશવંતલાલ શાહ (ઉં.વ. ૮૯) તા. ૩૦-૯-૨૪ના દેવગતિ પામેલ છે. તે ઇન્દીરાબેનના પતિ. નિલેશ તથા અલ્પેશના પિતા. મિત તથા કવિના દાદા. અશોકકુમાર, સ્વ. અનસૂયાબેન, સુશીલાબેન, સ્વ. પુષ્પાબેનના ભાઈ. પ્રાર્થનાસભા તા. ૧૯-૧૦-૨૪ના ૧૦ થી ૧૨, ઇવેન્ટ બેંક્વેટ, કામત ક્લબલેન, એસ.વી. રોડ,ગોરેગાવ વે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી શ્ર્વે.મૂ. જૈન
સુરેન્દ્રનગર નિવાસી દીનાબેન દિપકકુમાર બારભાયાના સુપુત્ર ચિ. શાશ્ર્વત (ઉં.વ. ૩૨) તે શ્રી હીરાબેન ન્યાલચંદ હરગોવિંદદાસ બારભાયાના પૌત્ર. સંગીતા રાજુભાઈ, નિશા દિનેશ, શીતલ વિપુલના ભત્રીજા. અક્ષત, તિર્થ, સમકિત, પર્વ, પ્રકૃતિ મિતલકુમાર, આયુષી રુચિતકુમારના મોટાભાઈ. પ્રવીણભાઈ, જસુભાઈ, જીનદાસભાઈ, કિશોરભાઈ, કુંદનબેન પરસોતમદાસ, કોકીલાબેન હસમુખલાલના ભાણેજ. સોમવાર, તા. ૧૪/૧૦/૨૪ના અમદાવાદમાં અરિહંતશરણ પામેલ છે, લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઘોઘા નિવાસી હાલ કાંદીવલી સ્વ. શ્રી ગુણવંતભાઈ અમૃતલાલ શાહના ધર્મપત્નિ રસીલાબેન (ઉં.વ. ૮૦) તે સ્વ. કેતનભાઈ, રચનાબેન જીતેન્દ્રભાઈ, ગીતાબેન મુકેશકુમાર, લતાબેન કિરીટભાઈ, અમીબેનના માતુશ્રી. આકૃતિબેન મૌલીનભાઈ, ધરાબેનના દાદી. સ્વ. જયાબેન, સ્વ. નીરંજનભાઈ, ડોલરબેન, શોભનાબેન, ભાવનાબેન, સ્વ. મંજુલાબેન, પ્રતિભાબેન, કૈવલ્યા જ્યોતિશ્રીજી મ.સાહેબના સંસારીના ભાભી. પીયરપક્ષે સ્વ. વાલજીભાઈ મગનભાઈ દોશીના દીકરી. મંગળવાર, તા. ૧૫-૧૦-૨૪નાં અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દેરાવાસી જૈન
પાટણ નિવાસી સ્વ. મૃદુલાબેન ભુપેન્દ્રભાઈ શાહ (કુંભારીયા પાડો) તે તારામતીબેન સેવંતીલાલ જવેરીના સુપુત્રી. ધીરીશભાઈના બેન. જયશ્રીબેનના નણંદ તા. ૧૫-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
પાલનપુરી જૈન
સ્વ. રમેશભાઈ કોઠારીના પત્ની કુંજબાલા કોઠારી (ઉં.વ. ૯૧) તા. ૧૫-૧૦-૨૪ના અવસાન પામેલ છે. તે પ્રભાવતીબેન અને કાલીદાસ મંછાચંદ શાહના પુત્રી. શશીબેન, નાનાલાલ ચંદુલાલ કોઠારીના પુત્રવધૂ. ચેતન, બેલા અને નીકીના માતા. નીતા, પ્રવિણ અને સંજીવના સાસુ. સોહિલના દાદી. લૌકિક વ્યવહાર બંધ છે.