મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી લોહાણા
ગં.સ્વ. મંજુલા ચંદે (ઉં. વ. ૭૦) ગામ કચ્છ વરલી હાલે મુંબઈ (પરેલ) તે સ્વ. શરદ હીરજી ચંદેના ધર્મપત્ની ૧૫-૧૦-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. શાન્તાબેન હીરજી ચંદેના પુત્રવધૂ. ગં.સ્વ. રશિલા, જવેર, લક્ષ્મી જયંત ભરતના ભાભી. કોકિલા હંસાના જેઠાણી. સ્વ. લક્ષ્મીબેન ઠાકરશી આઈયાના સુપુત્રી. સ્વ. કીરતીભાઈ, કુસુમ, પ્રીતી, ભરતના બેન. દિપેશ, ડિમ્પલના મમ્મી. બન્ને પક્ષની પ્રાર્થના રાખેલ છે. ૧૭-૧૦-૨૪, ૫.૩૦ થી ૭. ઠેકાણું: ગોપુરમ હોલ, મુલુંડ (વેસ્ટ), આર.પી. રોડ, મુંબઈ-૮૦.

કેવલ પંડીત પોત્રા (ઉં. વ. ૫૪) તે કિશોરી અને જીતેન્દ્ર (કુમાર) ચત્રભુજ પંડીત પોત્રા ગામ મેઘપર, હાલે ઘાટકોપરના પુત્ર. તે જયશ્રીના પતિ. રાજના પિતા. યોગિનિ રાજેષ મહેરાના ભાઈ. અભિષેકના મામા. સુધબેન અને સ્વ. જયંતિભાઈ પ્રેમજી અથવાણિ કોચીનવાળાના જમાઈ ૧૧-૧૦-૨૪ના શિકાગો, યુએસએમાં શ્રીરામશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર કે પ્રાર્થનાસભા રાખેલ નથી.

Related Articles

સ્વ. કાંતાબેન કલ્યાણજી સચદે ગામ મોટી ધુફીવાળા હાલે વિટાવા થાણેના કિશોર ઉર્ફે જનક (ઉં. વ. ૬૬) તે સ્વ.સૌ. રીટા અને સ્વ.સૌ. ક્રિણ્ણાબેનના પતિ સોમવાર ૧૪-૧૦-૨૪ના પરમધામ સિધાવેલ છે. તે સ્વ. જશોદાબેન શિવજી મીઠુભાઈ ચંદે ગામ અકરીવાળા હાલે પુનાના નાના જમાઈ. તેજસ અને સૌ. વિધીના પિતાશ્રી. સુહાના અને અનિલ જોગિન્દર શર્માના સસરાજી. સ્વ. મૈયાબેન રામદાસ, સ્વ. જયાબેન પ્રાગજી, સ્વ. નિર્મલા વિજયકુમાર, દેવમણી ગોપાલદાસ, જયશ્રી ભૂપેન્દ્ર, અંજના નરેશકુમાર, હેમલતા જ્યોતિન્દ્રના ભાઈ. કિયારા, જેનિષા અને ત્હાનીના નાના-દાદા. બંને પક્ષ તરફથી પ્રાર્થનાસભા ગુરુવાર ૧૭-૧૦-૨૪ના ૫.૩૦ થી ૭. શ્રી સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, ઝવેર રોડ, મુલુંડ (પ). બૈરાઓએ તેજ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.

હાલાઇ લોહાણા
દ્વારકાવાળા હાલ કાંદિવલી રિટા માવાણી (ઉં.વ. ૬૧) તે જીતેન્દ્ર દ્વારકાદાસ માવાણીના ધર્મપત્ની. નિસર્ગ તથા કેયાના માતુશ્રી. ગં.સ્વ. સરલાબેન શાંતિલાલ બદિયાણીના દીકરી. કિરણ, કિશોરી, જાગૃતિ, અતુલ, મિલનના મોટાબહેન. ૧૪/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ગામ ભંડુરીવાળા હાલ કાંદિવલી ગોપાલદાસ ગિરધરદાસ સુંદરજી તન્ના (ઉં.વ. ૭૩) તે નલિનીબેનના પતિ. પલ્લવી રાજેશકુમાર શેઠના પિતા. પુરુષોત્તમદાસ, હરેશભાઇ, રામદાસભાઈ, સ્વ. વિમળાબેન વલ્લભદાસ, સ્વ. તારાબેન હરિદાસ, ગં.સ્વ. લક્ષ્મીબેન જેન્તીલાલ, ગં.સ્વ. ચંદ્રિકાબેન હિંમતલાલના ભાઈ. બળેજવાળા હાલ કાંદિવલી સ્વ. તારાબેન ગીરધરલાલ કુરજી ઠકરારના જમાઈ. કશિશના નાના. ૧૬/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૭/૧૦/૨૪ના ૪.૩૦ થી ૬.૩૦. લોટસ હોલ, ચોથે માળે, રઘુલીલા મેગા મોલ, પોઇસર કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ગં.સ્વ. ગીતાબેન કિશોરચંદ્ર (સ્વ. મનુભાઈ) લાખાણી (ઉં.વ. ૭૫) સ્વ. નારાયણદાસ અમરસી ગોકાણીના પુત્રી. સ્વ. કાનજી ભગવાનજી લાખાણીના પુત્રવધૂ. શિલ્પા નિલેશ મજીઠીયા, મેહુલના માતુશ્રી. અનિતા લાખાણીના સાસુ. વિરેન, વત્સલના દાદી. પંક્તિ, ઈશાના નાની. હાલ ગિરગાંવ મુંબઈ તા. ૧૫/૧૦/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે, પ્રાર્થનાસભા તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૪, ગુરુવારે ૫ થી ૭. શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, ૬/૧૦, ઠાકુર દ્વાર રોડ, મુંબઈ-૨.

દશા સોરઠીયા વણિક
મોટી ખિલોરી નિવાસી હાલ કાંદીવલી ગં.સ્વ. ધીરજબેન નગીનદાસ શેઠ (ઉં. વ. ૯૩) ૧૪-૧૦-૨૪ના સોમવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. અમૃતલાલ સુંદરજી ગોરસીયાના દીકરી. કમલેશ, અરૂણ, જયેશ, દક્ષા તથા મીનાના માતુશ્રી. સ્વ. વૃજલાલભાઈ, સ્વ. ચંદુલાલ, અનંતરાય, સુરેશચંદ્ર, સ્વ. મુક્તાબેન માલવીયા, સ્વ. અનસુયાબેન કાટકોરીયાના ભાભી. તે માલીની, સ્મીતા, સ્નેહા તથા પ્રકાશકુમાર મહેતાના સાસુજી. અંકીત, જીલ, રીયા, વિકી, બરખા, પ્રતીક, જીતેન, પ્રીતી, પીંકી તથા અજયના દાદી/નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સરધાર નિવાસી (હાલ વિલેપાર્લા) દિનેશ અનોપચંદ પારેખ (ઉં. વ. ૭૭) સોમવાર, ૭-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે નલીનીબેનના પતિ. હિમાંશુ-મોના અને ચેતન-મેઘાના પિતાશ્રી. સ્વ. હરેશભાઈ, ચંદ્રકાંતભાઈ, મંજુલાબેન, ગીતા ભરતભાઈ રઘાણીના મોટાભાઈ. રંજનબેન બીપીનભાઈ, અરવિંદભાઈ શ્રીમાંકરના બનેવી. બીપીનભાઈ પારેખ, મહેન્દ્રભાઈ આણંદપરાના વેવાઈ. દિવ્યા, કાવ્યાના દાદા. (પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

નવગામ વિસાનાગર વણિક
પિલવાઈ નિવાસી હાલ મલાડ મુંબઈ અ.સૌ. ઉર્મિલાબેન શાહ (ઉં. વ. ૭૮) ૧૩-૧૦-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ નિરંજનભાઈ મંગલદાસના ધર્મપત્ની. કેતન, સીમાના માતુશ્રી. સેજલબેન, જયેશકુમારના સાસુ તથા મંગલદાસ મોહનલાલના પરિવાર, ગો.વા. કાંતાબેન કાંતીલાલના સુપુત્રી. બંને પક્ષે પ્રાર્થનાસભા ૧૭-૧૦-૨૪ ગુરુવાર ૫ થી ૭, બીજે માળે લોહાણા મહાજન વાડી, એસ.વી. રોડ, કાંદીવલી (વેસ્ટ).

કપોળ
સાવરકુંડલાવાળા હાલ કાંદીવલી સ્વ. હીરાલક્ષ્મી દામોદરદાસ હરકીસનદાસ પારેખના સુપુત્ર રાજુ (ઉં. વ. ૬૮) તેઓ મોક્ષદાબેનના પતિ. અ.સૌ. માનસી દર્શક મહેતાના પિતા. ઉમેશ-સુરભી, શૈલેષ-મયુરી, અ.સૌ. મનીષા દીનેશ મોદીના મોટાભાઈ. શ્ર્વસુર પક્ષે ડુંગરવાળા સ્વ. હંસાબેન દોલતરાય મહેતાના જમાઈ. ચિતલવાલા સ્વ. મોહનલાલ વનમાળીદાસ મોદીના ભાણેજ. ૧૪-૧૦-૨૪ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. સર્વપક્ષે પ્રાર્થનાસભા ૧૭-૧૦-૨૪ ગુરુવારના ૫ થી ૭. ચક્ષુદાન કરેલ છે. કેવળબાગ ટ્રસ્ટ, કિલાચંદ રોડ, ડેલીકેસી હોટલની પાસે, કાંદીવલી ફ્લાયઓવર, કાંદીવલી (વેસ્ટ).

મ. કા. ચા. મોઢ બ્રાહ્મણ
રસીકલાલ ભટ્ટ (ઉં.વ. ૭૭) તે સ્વ. માર્કંડરાય અને સ્વ. વિદ્યાગૌરીના પુત્ર. ચંદનબેનના પતિ. નર્મદાશંકર પી. દવે (માંડવી)ના જમાઈ. મુકેશ, આનંદ, ભાવેશના પિતા. સ્વ. મહેન્દ્રભાઈ, શીરીષભાઈ, સ્વ. યોગેશભાઈ, મહેશ મહારાજ, સ્વ. નભીબેન દેવશંકર, સ્વ. ઉર્મિલાબેન ગુલાબશંકર, સ્વ. મૃદુલાબેન કમલકાંત, હંસાબેન જનકરાય, સ્વ. પ્રતિમા પી.ના ભાઈ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૭/૧૦, ગુરુવારે ૫ થી ૬. વાગડ બે ચોવીસી સમાજવાડી, આરટીઓ સર્કલ ભુજ.

હાલાઇ ભાટિયા વીરજીયાણી
પ્રવીણ કાપડિયા (ઉં.વ. ૮૩) તે સ્વ. જમનાબેન તથા સ્વ. કરસનદાસ કાપડિયાના પુત્ર. પ્રીતિબેનના પતિ. સ્વ. નરેન્દ્ર, સ્વ. યતીન તથા ગં.સ્વ. મધુબેન ત્રિભોવનદાસ ભાટિયાના ભાઈ. નીપા સંજય ભાટિયા, રાખી કેતન ઉદેશી, ખ્યાતિના પિતા, રતનબાઈ શિવજી લક્ષ્મીદાસ મરચન્ટના જમાઈ. ૧૫/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

શ્રીમાળી સોની
સુરતવાળા હાલ કાંદિવલી સ્વ. રણજિતલાલ છગનલાલ અને ગં.સ્વ. કલાવતી કંચનવાલાના પુત્ર સ્વ. શૈલેન કંચનવાલા ૧૪/૧૦/૨૪ના અવસાન પામ્યા. નયનાબેનના પતિ. સ્વ. ભારતીબેન, સ્વ. નરેશભાઈ, પૂર્ણિમાબેન, વર્ષા પરેશ મહેતાના મોટાભાઈ. કુંજેશ, અંજેશ અને હેતલ કૌશિક ઝવેરીના પિતા. નૈતિક અને પ્રિયાંશના દાદા, પ્રાર્થનાસભા ૧૭/૧૦/૨૪ના પાવનધામ, મહાવીરનગર કાંદિવલી (પશ્ર્ચિમ) ૪ થી ૬. લૌકિક પ્રથા બંધ છે.

૧૫ ગામ કડવા પાટીદાર સમાજ
મેરવાડા (મહેસાણા) હાલે કાંદિવલી પુરુષોત્તમ છગનદાસ પટેલ (ઉં.વ. ૮૩) કૃષ્ણશરણ પામેલ છે. કાંતાબેનના પતિ. સંદીપ, દિપાલી ફોરમના પિતા. કરિશ્મા, દિનેશ, દુષ્યંતના સસરા. તિર્થા દક્ષના દાદા. ઘોષાંક, હર્ષાંક, આર્યાના નાના. પ્રાર્થનાસભા શુક્રવાર, ૧૮/૧૦/૨૪ના ૫ થી ૭. તેરાપંથ ભવન ત્રીજે માળે, ઠાકુર કોમ્પલેક્ષ, કાંદિવલી પૂર્વ.

ઇડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ બ્રાહ્મણ
ગામ બ્રહ્મપુરી (હાલ વાલકેશ્ર્વર) નિવાસી ચિ. ભાવિન (ઉં.વ. ૪૨), તે દીપિકાબેન અને કીરીટભાઇ જટાશંકર મહેતાના પુત્ર. હર્ષાબેન-કિશોરભાઇ, મહેશ્ર્વરીબેન-વિનોદભાઇ, કિરણબેન-બીરજુભાઇના ભત્રીજા. રોનક, કુણાલ, હેમાન્ગ અને જયના ભાઇ. સ્વ. ધનગૌરીબેન નારાયણભાઇ ત્રિવેદીના દોહિત્ર તા. ૧૫/૧૦/૨૪ને મંગળવારે અક્ષરધામ પામ્યા છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ
મેવાસાવાળા ગં.સ્વ. હસમુખબાળા ગોકળદાસ હરજીવનદાસ મહેતા (ઉં. વ. ૮૮) મંગળવાર ૧૫-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. નિલેશ, અંજલી, ભાવનાના માતુશ્રી. અ.સૌ. રૂપલ, હરેશકુમાર, જનકકુમાર દુબલના સાસુ. સ્વ. મનસુખભાઈ, સ્વ. જસુભાઈ, રાજેશભાઈ, સ્વ. મંજુલાબેન ભૂતા, સ્વ. રૂક્ષ્મણીબેન પારેખ, ગં.સ્વ. રેણુકાબેન દોશી, અ.સૌ. જ્યોત્સનાબેન સંઘવીના ભાભી. પિયર પક્ષે દેલવાડાવાળા દ્વારકાદાસ નરોતમદાસ ગોરડીયાના દીકરી. સ્વ. કિસનભાઈ, સ્વ. હરકીસનભાઈ, સ્વ. રાજેન્દ્રભાઈ, સ્વ. ધીરૂબેન, રસિકબેન, ભારતીબેનના બહેન. માનસી વિશાલ કોઠારી તથા ચિ. કરણના દાદી. લૌકિક પ્રથા, પ્રાર્થનાસભા રાખેલ નથી.

દશા સોરઠીયા વણિક
સરધાર નિવાસી હાલ મુંબઈ સ્વ. પદમાબેન અને સ્વ. મગનલાલ બેચરદાસ પારેખના પુત્ર જ્યોતિન્દ્રભાઈ પારેખ (ઉં. વ. ૮૩) ૧૬-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. અ.સૌ. જ્યોત્સ્નાબેન પારેખના પતિ. અમિત અને હેમાલીના પિતાશ્રી. તે પ્રીતિ અને મનોજ કોઠારીના સસરા. તે સ્વ. પ્રભાબેન અને સ્વ. ચતુરભુજદાસ નરસીદાસ જવેરીના જમાઈ. તે ઈન્દુબેન અને નરેન્દ્રભાઈના ભાઈ. પ્રાર્થનાસભા: ૧૭-૧૦-૨૪ ગુરુવાર, ૫ થી ૬.૩૦. રંગસ્વર હૉલ, ચોથે માળે, વાય. બી. ચવ્હાણ સેન્ટર, જે. ભોસલે માર્ગ, મંત્રાલયની સામે, નરીમન પોઈન્ટ,
મુંબઈ-૨૧.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker