સ્પેશિયલ ફિચર્સ

હંમેશાં યુવાન દેખાવાનો આ ઈલાજ મોંઘો છે, પણ કારગર ખરો

ડ્રાય ફ્રૂટ ગણાતા અને મોંઘા ભાવે મળતા અંજીર જીભને તો સારા લાગે જ છે, પરંતુ તેના બીજા પણ ઘણા ફાયદા છે. જોકે અંજીર મોંઘા હોવાથી તે બધાને પરવડતા નથી, પરંતુ મોંઘાદાટ ક્રીમ કે અન્ય થેરેપી લેતા હો તો તેના કરતા આ નુસખો સસ્તો અને સારો સાબિત થઈ શકે તેમ છે.

અંજીર વિવિધ વિટામિનો, પોટેશિયમ અને આયર્ન જેવા પોષક તત્વોથી ભરપૂર છે. જે શરીરમાં લોહીને શુદ્ધ કરે છે તેમજ અન્ય કેટલીક શારિરીક ઉણપને દૂર કરી પૂરતું પોષણ આપે છે. લોહી શુદ્ધ થાય અને સરક્યુલેશનમાં રહે તો સ્વાભાવિક રીતે તેની અસર ત્વચા પર દેખાય છે અને ત્વચા ચમકતી અને યુવાન દેખાય એટલે વ્યક્તિ પણ યુવાન દેખાવા માંડે છે.
તો આવો જાણીએ અંજીર કઈ રીતે ફાયદો કરે છે.

બેદાગ થશે ચહેરો
અંજીર ચહેરા પરના ડાઘ, ફોલ્લીઓ, ખીલ ઘટાડી શકે છે. તે આપણા ચહેરા પરની મૃત કોષીકાઓને દૂર કરી નવા કોષોને જીવંત કરે છે. જેના કારણે ચહેરા પરના ડાઘ દૂર થઈ જાય છે. ઘણી વખત સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી આપણા ચહેરા પર ખીલ દેખાય છે જેના કારણે ચહેરો સુકાઈ ગયેલો દેખાય છે. અંજીર તમારા નિસ્તેજ દેખાતા ચહેરાને તેજ આપે છે.

કરચલીઓ નહીં પડે
જો વધતી ઉંમર સાથે તમારા ચહેરા પર કરચલીઓ દેખાવા લાગી હોય તો અંજીર આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે. અંજીરમાં આવેલી એન્ટી એજિંગ પ્રોપર્ટીઝ કરચલીઓને દૂર કરી તેમને ફરી તરોતાજાં બનાવી દેશે.

અંજીર ખાવા એ સૌથી સારો ઉપાય છે, પરંતુ જો તમે ઈચ્છો તો અંજીરની પેસ્ટ બનાવીન પણ ત્વચા પર લગાવી શકો.
અંજીર અને લેમન ફેસ માસ્ક તમારી સુંદરતા વધારી શકે છે. સૌ પ્રથમ 2-3 પાકેલા અંજીરને સ્મેશ કરો અને તેની પેસ્ટ બનાવો અને તેમાં લીંબુના થોડા ટીપાં ઉમેરો. હવે તેને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને તમારા ચહેરા પર 5 થી 10 મિનિટ સુધી રહેવા દો અને પછી તેને ધોઈ લો. આ જ રીતે અંજીર અને એલોવેરાનો ફેસ માસ્ક તમારા ચહેરા પર ચમક લાવી શકે છે. આ ફેસ માસ્ક બનાવવા માટે પહેલા 2-3 પાકેલા અંજીરને મેશ કરો. હવે તેમાં એક ચમચી એલોવેરા જેલ ઉમેરો અને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર લગાવો અને થોડા સમય પછી તેને નવશેકા પાણીથી સાફ કરો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button