સ્પોર્ટસ

આઠ મહિનામાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરના પરિવારમાં ત્રીજું નિધન

વડોદરા: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડના માતા ઉષાદેવી ગાયકવાડનું નિધન થયું છે. તેઓ 91 વર્ષના હતા. છેલ્લા આઠ મહિનામાં ગાયકવાડ પરિવારના ત્રીજા સભ્યનું અવસાન થયું છે.

ઉષાદેવી ગાયકવાડ થોડા દિવસથી અસ્વસ્થ હતા. તેમને વડોદરાની ભાઈલાલ અમીન જનરલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે છેલ્લાં શ્ર્વાસ લીધાં હતાં.

આપણ વાંચો: દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડની તબિયત લથડી, કપિલ દેવે માગી મદદ

ફેબ્રુઆરીમાં અંશુમાનના પિતા દત્તાજીરાવ ક્રિષ્ણરાવ ગાયકવાડનું 95 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ એક વર્ષથી બીમાર હતા. તેઓ 1950ના દાયકા દરમ્યાન ભારત વતી 11 ટેસ્ટ રમ્યા હતા. તેઓ ‘ડીકે’ના હુલામણા નામે ઓળખાતા હતા.
જુલાઈમાં અંશુમાન ગાયકવાડનું કૅન્સર સામેની લડત બાદ નિધન થયું હતું. તેઓ 71 વર્ષના હતા.

અંશુમાને લંડનમાં કૅન્સરની સારવાર લીધી હતી. તેમને જીવનના છેલ્લા દિવસોમાં પૈસાની ખૂબ જરૂર હતી. બીસીસીઆઇએ તેમને એક કરોડ રૂપિયાની સહાય કરી હતી.

અંશુમાનનો 41 વર્ષીય પુત્ર શત્રુંજય ગાયકવાડ બરોડાની ટીમ વતી રણજી ટ્રોફીમાં રમી ચૂક્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button