એક ભાગેડુ કેમ કરી શકે રાહતની અરજી? ઝાકિર નાઈકની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ઉઠયા સવાલો
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે વિવાદોથી ઘેરાયેલા રહેતા ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક વતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે, જેમાં નાઈકે 2012માં ગણપતિ ઉત્સવ દરમિયાન તેમના કથિત આપત્તિજનક નિવેદનો અંગે વિવિધ રાજ્યોમાં નોંધાયેલી એફઆઈઆરને એક સાથે જોડવાનો પણ અનુરોધ કર્યો છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મહારાષ્ટ્ર સરકાર વતી હાજર રહીને માત્ર ઝાકિર નાઈકની અરજીને ફગાવવાની માંગ કરી કકહ અને સાથે જ અરજીની યથાર્થતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
જસ્ટિસ અભય એસ ઓકા, એહસાનુદ્દીન અમાનુલ્લાહ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચ સમક્ષ હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પૂછ્યું કે જે વ્યક્તિને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે તે બંધારણની કલમ 32 હેઠળ કેવી રીતે અરજી દાખલ કરી શકે છે. મહેતાએ કહ્યું કે ઝાકિર નાઈક ભાગેડુ છે અને તે આ મામલે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપનો હકદાર નથી.
આપણ વાંચો: ઝાકિર નાઈક અને ISISનું વકફ બિલ સાથે છે કનેક્શન! બિલ પર સૂચનો માટે 1 કરોડ ઇમેલ મળ્યા…
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી દ્વારા થયેલી ભૂલો પર પણ ધ્યાન દોર્યું હતું અને તેમણે હતું કે અરજીમાં ઝાકિર નાઈકની સહી દેખાઈ રહી નથી. તેમણે જસ્ટિસ ઓકાની અધ્યક્ષતાવાળી બેંચને પ્રશ્નો કર્યા હતા કે, “જેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે, તે બંધારણની કલમ 32 હેઠળ રાહત માટેની અરજી કઈ રીતે દાખલ કરી શકે છે.”
એસજીની દલીલોના વિરોધમાં નાઈકના વકીલ એસ હરિહરને કહ્યું કે કોઈ કોર્ટે ઝાકિર નાઈકને ભાગેડુ જાહેર નથી કર્યા. તેણે પૂછ્યું હતું કે, “મારા અસીલને ભાગેડુ જાહેર કરવાનો કોર્ટનો આદેશ ક્યાં છે? એવો કોઈ આદેશ નથી… જ્યાં સુધી કેસોને જોડવાની વાત છે તો શરૂઆતમાં લગભગ 50 કેસ હતા જે હવે ઘટીને ચાર થઈ ગયા છે.
ત્યારબાદ સર્વોચ્ચ અદાલતે નાઈકના વકીલને એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો કે તે કેસ ચાલુ રાખવા માંગે છે કે ખેંચી લેશે. આ સાથે કોર્ટે મહેતાને આ કેસમાં જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. આ કેસની આગામી સુનાવણી 23 ઓક્ટોબરના થવાની છે.