નેશનલ

પૂર્વ MP જયા પ્રદાને કોર્ટે શું આપી મોટી રાહત? જાણો

નવી દિલ્હીઃ રામપુરની એમપી-એમએલએ કોર્ટના પૂર્વ સાંસદ તથા ફિલ્મ અભિનેત્રી જયાપ્રદાને આચાર સંહિતના ઉલ્લંઘનના મામલે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા છે. બુધવારે સુનાવણી દરમિયાન જયા પ્રદા પણ કોર્ટમાં હાજર રહી, જે બાદ કોર્ટે આ ફેંસલો સંભળાવ્યો છે.

આચાર સંહિતા ઉલ્લંઘનનો આ મામલો 2019 લોકસભા ચૂંટણી દરમિયાન સ્વાર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. તેના પર આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી એક સડકનું ઉદ્ઘાટન કરવાનો આરોપ હતો. આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો હતો. પરંતુ પુરાવાના અભાવે કોર્ટ તેમને રાહત આપીને છોડી મુક્યા હતા.

આ પહેલા પણ તે એક આચાર સંહિતા ઉલ્લંઘન કેસમાં નિર્દોષ છૂટી ચુક્યા છે. કેમરી પોલીસ સ્ટેશનમાં 2019માં જ સપા નેતા આઝમ ખાં સામે આપત્તિજનક ભાષણ દેવાના આરોપમાં તેના પર મામલો નોંધાયો હતો. તેમાં કોર્ટે સાક્ષીના અભાવે છોડી મુક્યા હતા.જે બાદ બીજી આચાર સંહિતા ઉલ્લંઘન મામલે જયા પ્રદાને રાહત આપી હતી.

આ પણ વાંચો :ગાઝિયાબાદમાં નોકરાણીની ‘હરકતો’ પર શંકા ગઈ, રેકોર્ડિંગ કરતા હોશ ઉડી ગયા, જેલમાં જવું પડ્યું

જયા પ્રદા પર આચાર સંહિતા ઉલ્લંઘનના બે મામલામાં ફરાર થવાનો આરોપ હતો. કોર્ટમાં હાજર થવાના કારણે તેની સામે બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. એમપી-એમએલએ અદાલતે સીઆરપીસીની કલમ 82 અંતર્ગત આદેશ પણ જાહેર કર્યો હતો.

વરિષ્ઠ વકીલ અમરનાથ તિવારી મુજબ, જયા પ્રદા સામે 2019માં આચાર સંહિતા સંબંધિત મામલામાં રામપુરની વિશેષ કોર્ટમાં કેસ નોંધાયો હતો. એમપી-એમએલએ મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ શોભિત બંસલે જયા પ્રદા સામે ગત તારીખો પર અદાલતમાં ઉપસ્થિત નહીં થવાના કારણે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યુ હતું.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker