નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એક મોટો આદેશ આપ્યો છે. જે મુજબ, વીઆઈપી સિક્યોરિટી ડ્યૂટીમાંથી એનએસજી હટાવવામાં આવશે. આતંકવાદ વિરોધી અભિયાનો ચલાવવામાં તેમનો ઉપયોગ કરી શકાય તે હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે. જે વીઆઈપી લોકોને ખૂબ વધારે ખતરો છે તેની સિક્યોરિટી હવે સીઆરપીએફ સંભાળશે. આગામી મહિનાથી આદેશ લાગુ થઈ જશે.
કોને અપાશે સ્પેશિયલ ટ્રેનિંગ
સંસદની સુરક્ષામાંથી સેવામુક્ત થયેલા સીઆરપીએફ જવાનોને હવે સ્પેશિયલ ટ્રેનિંગ આપીને સીઆરપીએફ વીઆઈપી સિક્યુરિટી વિંગમાં મોકલવામાં આવ્યા છે. આ માટે નવી બેટાલિયન બનાવવામાં આવી છે. હવે આ જવાન વીઆઈપી સુરક્ષા કરશે. સૂત્રોનું માનીએ તો હાલના સમયે 9 ઝેડ પ્લસ કેટેગરી વીઆઈપી છે, જેની સિક્યોરિટી એનએસજીના બ્લેક કેટ કમાન્ડો કરે છે.
રાજનાથ અને યોગી સહિત આ VIPs પાસે NSGની સિક્યોરિટી
યુપીના સીએમ યોગી આદિત્યનાથ, બસપા સુપ્રીમો માયાવતી, કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રીયમંત્રીસર્બાનંદ સોનોવાલ, છત્તીસગઢના પૂર્વ સીએમ રમન સિંહ, જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ, એનસી નેતા ફારુક અબ્દુલ્લાહ, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના એનએસજી કમાન્ડો હટાવાશે અને સીઆરપીએફ સિક્યોરિટી વિંગ કમાન સંભાળશે.
સીઆરપીએફ પાસે પહેલાથી છ વીઆઈપી સિક્યોરિટી બટાલિયન છે. નવી બટાલિયન સાથે આ સાત આવશે. નવી બટાલિયન થોડા મહિના પહેલા સુધી સંસદની સુરક્ષામાં લાગેલી હતી. હવે આ કામ CISFને સોંપવામાં આવ્યું છે.
એનએસજી સિક્યોરિટીવાળા 9 વીઆઈપીમાં બે એટલે કે રાજનાથ સિંહ અને યોગી આદિત્યનાથ પાસે એડવાંસ્ડ સિક્યોરિટી લાઇસન પ્રોટોકોલ છે. જેને હવે સીઆરપીએફે ટેકઓવર કરી લીધા છે. ASL મતલબ કોઈ વીઆઈપીની કોઈ જગ્યાએ મુલાકાત પહેલા ત્યાં સિક્યોરિટી તપાસ, લોકેશન વગેરેની સુરક્ષા તપાસવામાં આવે છે. સીઆરપીએપ હવે આ કામ બંને નેતાઓ માટે કરશે.
Taboola Feed