ગાઝિયાબાદમાં નોકરાણીની ‘હરકતો’ પર શંકા ગઈ, રેકોર્ડિંગ કરતા હોશ ઉડી ગયા, જેલમાં જવું પડ્યું
ગાઝિયાબાદઃ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પેશાબથી લોટ બાંધનારી મેડને પોલીસે ધરપકડ કરી છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે આવું કેમ કરતી હતી, જેના જવાબમાં તેણે કહ્યું, માલિક સતત મારી પર નજર રાખતા હતા અને નાની-નાની વાતો પર સંભળાવતા હતા. આ વાતોથી મને ખોટું લાગતું હતું. જેથી મેં અનેક વખત પાણીમાં પેશાબ નાંખીને તેનાથી લોટ બાંધ્યો અને તેની રોટલી સમગ્ર પરિવારને ખવરાવી.
ગાઝિયાબાદના ક્રોસિંગ રિપબ્લિક વિસ્તારના એક સોસાયટીમાં રહેતા રિયલ એસ્ટેટ કારોબારી અને તેનો પરિવાર થોડા મહિનાથી ગંભીર રીતે બીમાર થઈ ગયો હતો. પરિવારના લોકો પેટ અને લીવરની બીમારીથી પીડાતા હતા. શરૂઆતમાં પરિવારના લોકોએ તેને સામાન્ય ઈંફેક્શન સમજીને તબીબી સારવાર લીધી પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો ન થયો. જ્યારે તેમની તબિયત વધારે ખરાબ થવા લાગી ત્યારે તેમને જમાવામાં ગરબડ હોવાની શંકા ગઈ.
રસોડામાં મોબાઈલથી રેકોર્ડિંગ કરતાં જ ઉડી ગયા હોશ
પીડિત પરિવારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તેમના ફ્લેટમાં મેડનું કામ કરતી રીના નામની મહિલા પર તેમને ઘણા દિવસોથી શંકા હતી. જેના કારણે રસોડામાં મોબાઇલ ફોન રાખીને રેકોર્ડિંગ કર્યુ તો મેડ દ્વારા લોટ બાંધતી વખતે પેશાબ મિક્સ કરીને તેનાથી રોટલી બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. આ મેડ તેમને ત્યાં 8 વર્ષથી કામ કરતી હતી. લાંબા સમયથી મેડ દ્વારા આવી હરકત કરવામાં આવતી હતી. પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, થોડા મહિનાથી પરિવારના લોકોને લીવરની બીમારી થઈ હતી. શરૂઆતમાં ઈન્ફેક્શન સમજીને ડૉક્ટરને બતાવ્યું, તેમ છતાં કોઈ રાહત ન મળી.પોલીસે આરોપી રીનાની શાંતિનગર વિસ્તારના જીએચ-7 સોસાયટીમાંથી ધરપકડ કરી હતી.