નેશનલ

કેજરીવાલની યોજનાઓને ખુદ ભાજપનું અભયપદ: ભાજપે કરી જાહેરાત…

નવી દિલ્હી: કાયમ આમ આદમી પાર્ટીની યોજનાઓને મફતની રેવડી કહીને વખોડનારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ જ કહ્યું છે કે જો દિલ્હીમાં તેમની સરકાર બનશે તો મફત વીજળી અને પાણી જેવી આમ આદમી પાર્ટીની યોજનાઓ બંધ કરવામાં આવશે નહીં, પરંતુ આ સિવાય અન્ય સુવિધાઓ પણ આપવામાં આવશે. અરવિંદ કેજરીવાલે જનતાને એક પત્ર લખીને કહ્યું હતું કે જો દિલ્હીમાં ભાજપ જીતશે તો મફત વીજળી, પાણી, મફત બસ મુસાફરી જેવી યોજનાઓ બંધ કરી દેવામાં આવશે, આ નિવેદન બાદ ભાજપે આ જાહેરાત કરવામાં આવી છે.

દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ બુધવારે પોતાના એક્સ હેન્ડલ પર એક વીડિયો શેર કરીને લખ્યું હતું કે હાલની યોજનાઓને ભાજપ સરકાર પણ યથાવત રાખશે. ગુપ્તાએ કહ્યું કે વીજળી, પાણી અને બસની મુસાફરી જેવી તમામ સુવિધાઓને ચાલુ રાખવામાં આવશે. જે પણ સુવિધાઓ મળી રહી છે તેમાંથી કોઇ પણ બંધ કરવામાં આવશે નહીં.

વધુમાં તેમેન કહ્યું હતું કે, ‘કેજરીવાલ જીના ભાષણમાં સ્પષ્ટ ભય દેખાઈ રહ્યો હતો. તે લોકોને આડકતરી રીતે ધમકાવી રહ્યા છે કે તમારું પાણી બંધ થઈ જશે, તમારી વીજળી બંધ કરી દેવામાં આવશે. હવે આમ આદમી પાર્ટીની સરકાર જઈ રહી છે અને બીજેપીની સરકાર આવી રહી છે, હું દિલ્હીના લોકોને કહેવા માંગુ છું કે જે પણ યોજનાનો લાભ મળી રહ્યો છે તેમાંથી કોઇ પણ બંધ નહિ થાય. તેમણે કહ્યું હતું કે ભાજપ સરકાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વધુ સુવિધાઓ આપશે. દિલ્હીની જનતાએ ડરવાની જરૂર નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button