નવી દિલ્હીઃ બુધવારે મોદી કેબિનેટની બેઠકમાં મોટા ફેંસલા લેવામાં આવ્યા હતા. જેમાં કેન્દ્રીય કર્મચારીઓને 3 ટકા ડીએ વધારો આપવામાં આવ્યો હતા. જ્યારે ખેડૂતોને પણ મોટી દિવાળી ગિફ્ટ આપવામાં આવી. કેન્દ્ર સરકાર તરફથી રવિ સીઝનના પાક પર લઘુત્તમ ટેકાના ભાવ (MSP) વધારવામાં આવી છે. જેમાં ઘંઉના પાક પર પ્રતિ ક્વિન્ટલ 150 રૂપિયા, સરસવ પર 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.
કેબિનેટ બેઠકમાં રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવ વધારવામાં આવ્યા છે. જે ખેડૂતો માટે દિવાળીની ભેટ છે. રિપોર્ટ મુજબ, માર્કેટિંગ સીઝન 2025-26 માટે સરકારે રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી નક્કી કરી દીધીછે. જે અંતર્ગત ઘઉંની એમએસપી 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારી 2,425 રૂપિયા કરવામાં આવી છે, જે અત્યાર સુધી 2,275 રૂપિયા હતી. સરસવની એમએસપી 5650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા વધારીને 5950 રૂપિયા કરવામાં આવી છે.
આ રીતે ચણાની એમએસપી 5410 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી, જેમાં 210 રૂપિયાનો વધારો કરીને 5650 રૂપિયા કરવામાં આવી છે. સન ફ્લાવરની એમએસપી પણ વધારવામાં આવી છે.
એમએસપી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ. જે સરકાર ખેડૂતોને તેમના પાક માટે સુનિશ્ચિત કરે છે. સાદી ભાષામાં તેનો અર્થ એવો થાય કે સરકાર ખેડૂતો પાસેથી ઓછામાં ઓછા આ ભાવે ખરીદી તો કરશે જ. જેનો હેતુ પાકની કિંમતમાં ઉતાર-ચઢાવથી ખેડૂતોને થતાં નુકસાનથી બચાવવાનો હોય છે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું – ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ
મોદી કેબિનેટમાં લેવામાં આવેલા ફેંસલાની જાણકારી આપવા સાથે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પંજાબ-હરિયાણા બોર્ડર પર ધરણા પર બેઠેલા ખેડૂતોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, અમે ખેડૂતોના કલ્યાણ માટે પૂરી રીતે પ્રતિબદ્ધ છીએ અને અમે ખેડૂતોને લાભ પહોંચાડતા અનેક ફેંસલા લીધાછે. મને આછા છે કે અમારીસરકારે ખેડૂતો માટે જે કર્યું છે, તે જોતા અનેક ફેંસલા લેશે.