આમચી મુંબઈ

‘મહાયુતિ’ સામે મોરચો ખોલનારા ભાજપના પૂર્વ વિધાનસભ્ય પાર્ટીમાંથી સસ્પેન્ડ

નાગપુર: ભૂતપૂર્વ વિધાનસભ્ય અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રદેશ કાર્યકારી સભ્ય મલ્લિકાર્જુન રેડ્ડીને પાર્ટી વિરોધી કામગીરીને કારણે છ વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપ પ્રદેશના કાર્યાલયના સેક્રેટરી મુકુંદ કુલકર્ણીના હસ્તાક્ષરવાળા પત્રમાં ઉપરોક્ત જાહેરાત કરી છે. વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપમાં આ વખતે સૌથી પહેલો બળવો છે.

શિંદેની પાર્ટીના ઉમેદવારને સમર્થન નહીં…
વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પછી નાગપુરની રામટેકના પૂર્વ વિધાનસભ્ય મલ્લિકાર્જુન રેડ્ડીએ એકનાથ શિંદેની પાર્ટીના ભાવિ ઉમેદવાર આશીષ જયસ્વાલની સામે નિવેદન આપ્યું હતું. રેડ્ડીએ દાવો કર્યો હતો કે ચૂંટણીમાં તેઓ આશીષ જયસ્વાલને ટેકો આપશે નહીં. આ બાબતની ભારતીય જનતા પાર્ટીએ ગંભીરતાથી નોંધ લઈને છ વર્ષ માટે તાત્કાલિક પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ભાજપના નેતાઓને આપી ચેતવણી
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પાર્ટીના નેતાઓને ચેતવણી આપી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ સ્પષ્ટ કહ્યું છે કે મહાયુતિ ગઠબંધન વિરુદ્ધ બોલનારા નેતાઓની સામે કાર્યવાહી કરવામાં આવશે. અમુક લોકો દ્વારા પાર્ટી વિરોધી કામગીરી કરનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. બાળનકુળેએ કહ્યું કે અમુક લોકો દ્વારા પાર્ટી વિરોધી ગતિવિધિ કરનારા પાર્ટીની આંતરિક બાબતોને જાહેરમાં બોલીને પાર્ટીના નિયમોનું ઉલ્લંઘનનું કામ કરે છે. ભવિષ્યમાં આ પ્રકારની ગતિવિધિ કરનારા નેતા યા કાર્યકરો મહાયુતિ સામે બળવો કરશે યો બોલશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

2014થી રામટેકની સીટ પરથી ભાજપનો દબદબો
રામટેકની સીટ પરથી ભાજપનો દબદબો રહ્યો છે. 2014થી ભાજપના ઉમેદવાર અહીંની બેઠક પરથી જીતતા આવ્યા છે. 2019માં આશીષ જયસ્વાલના બળવા પછી રેડ્ડી હાર્યા હતા અને ક્ષેત્રમાં ભાજપનું જોર ઘટ્યું હતું. એક સ્થાનિક ભાજપના નેતાએ કહ્યું હતું કે અમારા કાર્યકર્તાઓને અન્યાયનો સામનો કરવો પડ્યો છે. એકનાથ શિંદેએ આશીષ જયસ્વાલને પોતાની પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા હતા, ત્યારથી રેડ્ડી નારાજ છે. વાસ્તવમાં ભાજપ તરફથી ટિકિટ મળવાના દાવેદાર હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button