નેશનલવેપાર

Gold Return : સોનાના રોકાણકારો થયા માલામાલ, ભાવ 14 વર્ષની ટોચ પર

મુંબઇ : ભારતમાં સોનાની ખરીદીનો લોકોનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ગ્રાહકો પોતાની બચતમાંથી સોનાના દાગીના (Gold Return )ખરીદે છે. ભારતમાં સોનાની સરેરાશ ખરીદી કોઇ અન્ય દેશની કુલ જીડીપી જેટલી થાય તો નવાઈ નહીં. જો કે, સોનું આટલું સારું વળતર આપતું હોવા છતાં સામાન્ય લોકો તેનો લાભ લઈ શકતા નથી. કારણ કે મોટાભાગના ભારતીયો સોનાના દાગીનામાં નાણાંનું રોકાણ કરે છે પરંતુ તેમાં સોનામાંરોકાણ કરવામાં ખચકાટ અનુભવે છે.

સોનું 14 વર્ષની ટોચે પહોંચ્યું

આ વર્ષે સોનાના ભાવમાં 14 વર્ષમાં સૌથી ઉંચી સપાટી પર છે. આ સમગ્ર વર્ષમાં સોનામાં 28-29 ટકાનો વધારો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં નાની-મોટી વધઘટ હોય છે પરંતુ તે સોનાના વળતરને અસર કરતી નથી. આ દિવાળી સુધીમાં સોનાના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે કારણ કે વૈશ્વિક બજારમાં પણ સોનું ચમકી રહ્યું છે. દિવાળીના પાંચ દિવસીય તહેવાર દરમિયાન ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદવાની પરંપરાને કારણે ભારતીયોને સોનાના આભૂષણો અથવા સોનાના સિક્કા, મૂર્તિઓ વગેરે ખરીદે છે. તેના કારણે માંગ ઘણી વધી જાય છે.

સોનાનું વળતર જાણીને તમને આશ્ચર્ય થશે

ગોલ્ડન મેટલ ગોલ્ડ વિશે વાત કરીએ તો તે તેના રોકાણકારોને ઉત્તમ વળતર આપે છે. સોનાએ એક વર્ષમાં 29 ટકા વળતર આપ્યું છે. જ્યારે આ વર્ષમાં અત્યાર સુધી સોનાએ તેના રોકાણકારોને 21 ટકા વળતર આપ્યું છે. સૌથી મોટી વિશેષતા એ છે કે 3 વર્ષનું વળતર 62 ટકા છે. શેરબજારમાં જેટલું સારું વળતર છે એટલું જ જોખમ પણ છે. જ્યારે સોનાને હંમેશા સુરક્ષિત રોકાણ ગણવામાં આવે છે. હાલમાં વૈશ્વિક તણાવના સમયમાં પણ સોનું એક સપ્તાહમાં 2 ટકા અને મહિનામાં 4 ટકાનું વળતર આપી ચૂક્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પર સોનાની ચમક યથાવત

સોનાની લોકપ્રિયતા એટલી છે કે તે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ મોટી આવક ઉભી કરી રહ્યું છે. જો આપણે ભારતમાં આજના સોનાના ભાવો પર નજર કરીએ તો, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર તે રૂપિયા 346 વધીને રૂપિયા 76,701 પ્રતિ કિલોગ્રામ થયો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 0.48 ટકા વધીને 2675 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો છે અને તે સતત ઉપરની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button