આપણું ગુજરાતગાંધીનગર

Gujarat માં સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ, પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી કરાશે

ગાંધીનગર : ગુજરાતમાં(Gujarat)સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સઓને દિવાળીના તહેવારને અનુલક્ષીને ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી કરવાનો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે આ નિર્ણય કર્યો છે.

23 થી 25 તારીખ દરમિયાન એડવાન્સ ચુકવણું કરાશે

આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23 થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચુકવણું કરવામાં આવશે. સરકાર સમક્ષ વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો :ચૂંટણીની જાહેરાત પૂર્વે શિંદેએ સરકારી કર્મચારીઓ માટે દિવાળી બોનસની કરી જાહેરાત

કેન્દ્રીય કર્મચારીઓ માટે ડીએ વધારવાની જાહેરાત

કેન્દ્રની મોદી સરકારે દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ડીએ વધારવાની જાહેરાત કરી છે. મોદી કેબિનેટે બુધવારે તેની બેઠકમાં મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 3 ટકાના વધારાને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. આ 3 ટકાના વધારા બાદ હવે કર્મચારીઓને મળતું ડીએ વધીને 53 ટકા થઈ જશે. આ વધારાથી 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને ફાયદો થવાની ધારણા છે. ડીએમાં વધારો 1 જુલાઈ 2024થી લાગુ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button