આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં મોટા ભાઇની ભૂમિકામાં જોવા મળશે ભાજપ

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ અંગે હવે આજે ભાજપની મોટી બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં સત્તાધારી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ 100થી વધુ ઉમેદવારોના નામોને મંજૂરી આપી શકે છે. આજની બેઠકમાં દરેક નામ પર વિચારવિમર્શ કરવામાં આવશે અને ત્યાર બાદ નામ નક્કી કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો છે. રાજ્યમાં ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને એનસીપી (અજિત પવાર)ની મહાયુતિ (ગઠબંધન) સરકાર છે. 2019ની ચૂંટણીમાં ભાજપે અહીં સૌથી વધુ 105 બેઠકો જીતી હતી. આ વખતે મહાયુતિ પુરી તાકાત સાથે મેદાનમાં ઉતરવા જઈ રહી છે અને સીટ શેરિંગને લઈને અંતિમ રાઉન્ડની વાતચીત ચાલી રહી છે. હાલ ભાજપના 103 વિધાન સભ્ય છે. શિવસેના (શિંદે) પાસે 40 અને NCP (અજિત પવાર) પાસે 43 વિધાન સભ્ય છે.

એમ માનવામાં આવી રહ્યું છે કે આ વખતે વિધાન સભાની ચૂંટણીમાં ભાજપ મોટા ભાઇની ભૂમિકામાં જોવા મળશે અર્થાત તે સૌથી વધારે બેઠક પર ઉમેદવારી કરશે. ત્યાર બાદ શિવસેના અને અજિત પવારની એનસીપીનો ઉમેદવાર રહેશે. એનડીએ તેના નાના સહયોગીઓને કેટલીક બેઠકો આપી શકે છે. આ વખતે મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં તમામ 288 બેઠકો માટે 20મી નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 23મી નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

ભાજપ ચૂંટણીની તૈયારીઓ અને ઉમેદવારોના નામ ફાઇનલ કરવા અંગે સતત બેઠકો યોજી રહી છે. સૂત્રોનું કહેવું છે કે આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ 100થી વધુ ઉમેદવારોના નામને મંજૂરી આપી શકે છે.
આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે કે ભાજપ વિધાનસભા ચૂંટણીમાં 155થી 160 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે.

શિવસેના (શિંદે) 90 થી 95 બેઠકોની માંગ કરી રહી છે અને NCP (અજિત પવાર) પણ લગભગ 50 બેઠકો પર દાવો કરી રહી છે. તાજેતરની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપે સૌથી વધુ બેઠકો પર ચૂંટણી લડી હતી. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે કે ભાજપ ટૂંક સમયમાં જ તેના સહયોગી પક્ષો સાથે સીટોની વહેંચણી અંગે વાત કરશે.

Also Read –

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker