ગુર્જર વસુંધર વન્ય સૃષ્ટિથી ભર્યું-ભાદર્યું “ગુજરાતમાં આ રાજ્યનો વન વિસ્તાર ઓછો હોવા છતાં વન્ય પ્રાણી સૃષ્ટિની બાબતમાં આ રાજ્ય ઘણું જ સમૃદ્ધ છે…! દેશ, ખંડ કે વિશ્ર્વકક્ષાએ દુર્લભ અને નાશ પ્રાય: ગણાતા ઘણાં વન્ય પ્રાણીઓ ગુજરાત રાજ્યમાં અસ્તિત્વ અને સંરક્ષણ ધરાવે છે. એશિયાટિક સિંહો, કેટલાય દરિયાઈ જીવો, સુરખાબ (ફ્લેમિંગો) અને ઘોરાડ જેવાં પક્ષીઓની સાથે જેને ગુજરાતમાં જેને જંગલી અથવા રાની ગધેડા (ખર) અને ‘ઘુડખર’ કહેવામાં આવે છે. જ્યારે હિન્દીમાં તેને ‘ગોરખર’અને અંગ્રેજીમાં ‘એશિયાટિક વાઈલ્ડ એસ’ કહે છે.
ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ ભારતભરમાં દર વર્ષે તા. ૨ થી ૮ ઑક્ટોબર દરમિયાન ‘વન્ય જીવ સંરક્ષણ સપ્તાહ’ ઉજવવામાં આવે છે ત્યારે આ સમગ્ર રાજ્ય માટે પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ છે.
ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતા ‘ઘુડખર’ રાજ્યનું ગૌરવ છે. ઘુડખર અગાઉ ભૂતકાળમાં ઉત્તર-પશ્ર્ચિમ ભારત પાકિસ્તાનથી માંડીને મધ્ય એશિયાના સુકા વિસ્તાર સુધી વિહરતા હતા, જોવા મળતા હતા, જો કે આ ‘ઘુડખર’ હાલમાં ભારતમાં એક માત્ર ગુજરાતના કચ્છના નાના-મોટા રણના વિસ્તારોમાં સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, બનાસકાંઠા અને પાટણ એમ પાંચ જિલ્લા સહિત નળકાંઠા વિસ્તારને પણ આવરી લઈ કુલ ૧૫૦૦૦ વર્ગ કિ.મી.માં ૨૦૨૪ની ગણતરી યોજાઈ હતી. જેમાં કચ્છના નાના રણમાં દુર્લભ ઘુડખરની વસતી ૨૬ ટકા વધીને ૭૬૭૨ સંખ્યા નોંધાઈ છે જે બતાવે છે કે ઘુડખરની હાઈએસ્ટ સંખ્યા ૨૦૨૪માં થઈ છે. આજ ઘુડખરમાં રોગચાળો આવતા ૧૯૬૩માં ૩૬૨ ઘુડખર બચ્યા હતા…! આજે ઘુડખર ખૂબ જ સુરક્ષિત ફિલ કરે છે અને આ રણને સુરક્ષિત કરાતા વન ખાતું સતત નિગરાની રાખે છે.
ભારતીય ઘુડખરની ખાસ વિશેષતા એ છે કે ગુજરાતના ઘુડખર રણમાં ૪૫-૫૦ ડિગ્રી જેટલા આકરા તાપમાન વચ્ચે પણ જીવી શકે છે! તે રણમાં ૫૦ થી ૭૦ કિ.મી.ની પૂરપાટ વેગે દોડી શકે છે…! તેમનો ખોરાક રણમાં ઉગતું ઘાસ તેમનો મુખ્ય ખોરાક છે. તેનો રંગ બદામી ઘુડખર ભરાવદાર હોય છે. તે શરમાળ હોવાથી માણસને જોતાવેત ભાગવા લાગે છે. ઘોડથી નાનું ને ગધેડાથી મોટું ઘુડખર ખડતલ હોય છે અને ગ્રૂપમાં જ રહેવાનું પસંદ કરે છે…! ૧૦મી ઘુડખર વસ્તી ગણતરીનાં આંકડા હાઈએસ્ટ છે. ૭૬૭૨ તેમ જ હું આપને વર્ષ ૧૯૪૬-૩૫૦૦. ૧૯૬૦-૨૦૦૦, ૧૯૬૩-૩૬૨, ૧૯૭૬-૭૨૦, ૧૯૮૩-૧૯૮૯, ૧૯૯૦-૨૦૭૫, ૧૯૯૮-૨૮૩૯, ૨૦૦૪-૩૮૬૩, ૨૦૦૯-૪૦૩૮, ૨૦૧૪-૪૪૫૧, ૨૦૨૦-૬૦૮૨, ૨૦૨૪-૭૬૭૨. વાંચક મિત્રો ઘુડખર પ્રાણી જોવામાં સુંદરતમ છે અને સરકાર દ્વારા પૂરી સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. તો એક વાર કચ્છના નાના-મોટા રણમાં ઘુડખર નિહાળવા જરૂર પધારો.
Also Read –