મુંબઇ : ભારતીય શેરબજાર(Stock Market)સતત બે દિવસ વધારા સાથે ખુલ્યા બાદ બુધવારે ઘટાડા સાથે ખુલ્યું હતું. સપ્તાહના ત્રીજા દિવસે સેન્સેક્સ 173.52 પોઈન્ટના ઘટાડા સાથે 81,646.60 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 48.80 પોઈન્ટના ઘટાડા સાથે 25,008.55 પોઈન્ટ પર ખુલ્યો હતો. મંગળવારે 15 ઓક્ટોબરના રોજ સ્થાનિક શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું હતું પરંતુ ઘટાડા સાથે બંધ થયું હતું.
| Also Read: Jammu Kashmir માં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ, કોંગ્રેસ હાલ સરકારમાં સામેલ નહિ થાય
સેન્સેક્સની 30માંથી 18 કંપનીઓના શેર લાલ નિશાનમાં
બુધવારે સવારે 9.18 વાગ્યે ટ્રેડિંગની શરૂઆત થઈ ત્યારે સેન્સેક્સની 30માંથી માત્ર 12 કંપનીઓના શેર જ વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે બાકીની તમામ 18 કંપનીઓના શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. નિફટીની 50 કંપનીઓમાંથી 26 કંપનીઓના શેર વધારા સાથે અને 24 કંપનીઓના શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
પાવર ગ્રીડના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો
સવારે 9.18 વાગ્યા સુધી સેન્સેક્સ કંપનીઓમાં પાવર ગ્રીડના શેર 0.53 ટકાના વધારા સાથે સૌથી વધુ ટ્રેડ થઈ રહ્યા હતા. આ ઉપરાંત ભારતી એરટેલ, એનટીપીસી, સન ફાર્મા, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એચડીએફસી બેંક, એશિયન પેઇન્ટ્સ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
| Also Read: Monsoon 2024 : હવામાન વિભાગે કરી આ રાજ્યોમાં વરસાદની આગાહી, ચેન્નાઈમાં વહેલી સવારથી વરસાદ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર 1.20 ટકાના મહત્તમ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે ટીસીએસ, આઈટીસી, નેસ્લે ઈન્ડિયા, ઈન્ફોસીસ, ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, ટાઇટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, હિન્દુસ્તાન યુનિલીવર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મારુતિ સુઝુકી, અદાણી પોર્ટ્સ, ટેક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, એચસીએલ ટેક અને એક્સિસ બેન્કના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો