ઈન્ટરવલ

ગાઠે બાંધી લો કે ડિજિટલ એરેસ્ટ જેવું કંઈ જ નથી

સાયબર સાવધાની -પ્રફુલ શાહ

પહેલા તો એ સમજીએ કે ડિજિટલ એરેસ્ટ તે નવી કઈ બલા છે? એકાદ પ્રમાણમાં મોટા અને ભયંકર ગુનામાં સંડોવાયા હોવાનો ફોન, મોટે ભાગે વોટ્સએપ વીડિયો કોલ, આવે. આમ આદમી તો ન ક્યારેય મચછર મારતો હોય કે ન નયા પૈસાની કરચોરી હોય અને એના પર આતંકવાદ, ડ્રગ્સની હેરફેર અને બ્લાસ્ટસ કેસમાં સંડોવણી હોવાનો આરોપ મૂકાય. પાછો સામેથી ફોન કરનારો પોલીસ કસ્ટમ્સના ગણવેશમાં હોય, પાછળ એને અનુરૂપ બેકગ્રાઉન્ડ હોય તો કેવી ગભરામણ થાય જ ને?

| Also Read: Trump vs harris US Elecion : અબ આ રહા હૈ મજા..!

ફોન રિસિવ કરનારો ભોળો જીવ પરસેવે રેબઝેબ થઈ જાય, શું કરવું અને કોને-શું-કેવી રીતે અને ક્યાં મોઢે કહેવું એવી ભયંકર મૂંઝવણમાં મૂકાઈ જાય. સામેથી ભલમનસાઈ બતાવાય કે આટલા રૂપિયાની (લાખોમાં જ હોય) વ્યવસ્થા કરો પણ ત્યા સુધી સીધી ઘરપકડ કરવાને બદલે તમને ડિજિટલ એરેસ્ટમાં રાખીશું, ઓકે!

આ ડિજિટલ એરેસ્ટ એટલે તમારે સતત ફોન કે લોપટોપ પર દૃશ્યમાન રહેવાનું. ધાક એવી હોય કે ફોન-લેપટોપનું ઈન્ટરનેટ ઓફ કરીને બહુ ઓછા આઘાપાછા થાય. આવી ડિજિટલ એરેસ્ટ એટલે એક પ્રકારની નજર કેદ. ક્યારેક આ એરેસ્ટ દિવસો કે અઠવાડિયા પણ ચાલે.

વાસ્તવિક ધરપકડ અને બદનામીથી બચવા માટે ઘણાય અણછાજતી માગણી સ્વીકારીને મોટી રકમ ટ્રાન્સફર કરી દે છે. પછી ખબર પડે કે નહોતી પોતાની સંડોવણી કોઈ અપરાધમાં કે નહોતા એ સાચા સરકારી અમલદારો. સામાન્ય નાગરિકને કાનૂની પ્રક્રિયાની સાચી જાણકારી કે સમજ ન હોય એટલે સાયબર ગઠિયા ફાવી જાય છે.

| Also Read: રિટેલ રોકાણકારોને ફક્ત રોકડામાં રસ છે

ડિજિટલ એરેસ્ટના વધતા કિસ્સાને પગલે સત્તાવાર જાહેરાત કરાઈ છે કે પોલીસ, કસ્ટમ્સ, સીબીઆઈ કે -દેશની કોઈ અદાલત વીડિયો કોલ મારફત ડિજિટલ એરેસ્ટ કરતી નથી. આ ડિજિટલ એરેસ્ટ નકરી અને નક્કર છેતરપિંડી માત્ર છે. સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન દ્વારા આ એડવાઈઝરી બહાર પાડીને જનતાને સાવધાન કરાઈ છે.

બરાબર વાંચી લો, સમજી લો, યાદ રાખી લો અને આસપાસના સૌને માહિતી આપો કે પોલીસ, સીબીઆઈ, કસ્ટમસ, ઈડી, નાર્કોટીક્સ ક્ધટ્રોલ બ્યૂરો કે સાયબર પોલીસ કોર્ટના જજ તરફથી કોઈ વીડિયો કોલ આવે તો આંખ આડા કાન કરવાના. વોરંટ બહાર પડાયાની ધમકીને ઘોળીને પી જવાની.

આ નિર્દોષોને ફસાવવાનું, લૂંટવાનું ગુનાહિત નાટક માત્ર છે. આવું કંઈ થાય તો ચૂપ કે નિષ્ક્રિય ન બેસવું. ‘શોલે’ના ગબ્બરસિંહની શીખ ગાંઠે બાંધી લીવી: જો ડર ગયા વો સમજો મર ગયા. તમારા ઓળખીતા વકીલ, પોલીસ અધિકારી, ઉચ્ચ સરકારી અમલદાર કે પત્રકારનો સંપર્ક કરો. સામેવાળા કંઈ જ કરી શકવાના નથી, જો તમે હિમ્મત બતાવો તો કોઈ ગુનો તો ઠીક, એ કરવાનો ક્યારેય વિચાર સુધ્ધાં ન કર્યો હોય તો કોઈથી ડરવું જ શા માટે? હિમ્મતે મર્દા તો મદદે શ્રીરામ.

| Also Read: ઔર યે મૌસમ હંસીં… : અઢળક લોકનૃત્યોની આગવી સંસ્કૃતિનો દેશ છે આપણો!

અ.ઝ.ઙ. (ઑલ ટાઇમ પાસવર્ડ)
સૌ પહેલા તો કોઈ અજાણ્યાનો વીડિયો કોલ જ રિસિવ ન કરીએ તો? તો ટાઢા પાણીએ બલા સાવ ટળી જાય.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker