ઈન્ટરવલસ્પેશિયલ ફિચર્સ

Trump vs harris US Elecion : અબ આ રહા હૈ મજા..!

જોકે, અમેરિકાના પ્રેસિડન્ટની આ ચૂંટણી વિભાજનકારી ને લોહિયાળ ન બને તો સારું….

પ્રાસંગિક -અમૂલ દવે

વિશ્ર્વના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ કોણ બનશે એના પર બધાની મીટ મંડાઈ રહી છે. પાંચમી નવેમ્બરે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી છે ત્યારે અમેરિકાના ઉપપ્રમુખ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ભારતીય મૂળના કમલા હેરિસ અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનો જંગ રસપ્રદ અને રસાકસીભર્યો થતો જાય છે.

છેલ્લામાં છેલ્લા ઓપિનિયન પોલ પ્રમાણે કમલા હેરિસ એમનાં પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પ પર એકદમ પાતળી સરસાઈ ધરાવે છે. લાખો ડૉલરનો સવાલ એ છે કે શું અમેરિકાને પ્રથમ મહિલા પ્રમુખ મળશે કે ડોનાલ્ડ ટ્રમ્પ બીજી મુદત માટે પ્રમુખ બનશે?

| Also Read: Trump vs Harris Presidential Debate: ‘ટ્રમ્પ અમેરિકાનું બંધારણ ખતમ કરી દેશે’, કમલાએ હેરીસ અને ટ્રંપ વચ્ચે ઉગ્ર ડિબેટ

અમેરિકાના પ્રમુખ જો બાઈડેન અને ટ્રમ્પ વચ્ચેની ડિબેટમાં બાઈડેને એટલો હતાશાજનક દેખાવ કર્યો હતો કે પક્ષ અને ફંડ આપનાર દાતાઓના પ્રેસર સામે ઝુકીને ૨૧ જુલાઈએ એમણે પીછેહઠ કરીને પોતાની ડેપ્યુટી કમલા હેરિસને નોમિનેટ કરી હતી. કમલા જુલાઈમાં રેસમાં આવી ત્યાર બાદ ડેમોક્રેટિક પક્ષનો દેખાવ સુધરતો જાય છે. કમલાએ તો ટ્રમ્પ સાથેની ડિબેટમાં કમાલ ને ધમાલ કરી દેખાડીને એણે ટ્રમ્પ પર સરસાઈ મેળવી હતી. કમલાએ તો ટ્રમ્પને બીજી ડિબેટ માટે પડકાર ફેંક્યો હતો, પરંતુ ટ્રમ્પે હજુ સુધે આ પડકાર સ્વીકાર્યો નથી.

ડિબેટ પછી કમલાએ ઓપિનિયન પોલમાં ૩.૩ પોઈન્ટની સરસાઈ મેળવી એજ રીતે, કમલાએ ફંડ ઉધારવામાં પણ ટ્રમ્પને પાછળ મૂકી દીધા છે. કમલાએ ત્રણ મહિનામાં એક અબજ ડૉલર ભેગા કર્યા છે. ટ્રમ્પને આટલી રકમ ભેગી કરવા લગભગ ૨૦૨૪નું આખું વર્ષ લાગ્યું છે. એ ફેક્ટર પણ કમલાની ફેવરમાં છે. કમલા ૫૯ વર્ષનાં છે. ટ્રમ્પ કરતાં કમલા ૧૮ વર્ષ નાનાં છે. આથી જ કમલાએ એક નવા દાવમાં ચૂંટણીના ૨૩ દિવસ પહેલાં પોતાના ફિટનેસ અને મેડિકલ રિપોર્ટ બહાર પાડીને ટ્રમ્પને પડકાર્યા છે .

પોતાનો ફિટનેસ રેકોર્ડ જાહેર કરીને કમલાએ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને પણ પોતાનો હેલ્થ રેકોર્ડ જાહેર કરવાની માગ કરી છે.એ કહે છે કે ટ્રમ્પ નથી ઈચ્છતા કે અમેરિકાના લોકોને ખબર પડે કે એ રાષ્ટ્રપતિ બનવા માટે યોગ્ય છે કે નહીં….

જોકે, આ પછી ટ્રમ્પની ટીમે એમના મેડિકલ રેકોર્ડ્સ જાહેર કર્યા વિના નિવેદન જાહેર કર્યું કે ટ્રમ્પની તબિયત એકદમ ચંગી છે…ઉલ્ટાનું કમલા પાસે રાષ્ટ્રપતિ બનવાનો સ્ટેમિના નથી!

| Also Read: મીડિયામાં સજીવોના ફોટો પ્રકાશિત કરવા ઇસ્લામની વિરુદ્ધ! અફઘાનિસ્તાનમાં Talibanની ફરમાન

બીજી તરફ, કમલાએ એક રેલીમાં ટ્રમ્પના માનસિક સ્વાસ્થ્ય પર પણ સવાલ ઉઠાવ્યા છે. કમલા કહે છે કે ટ્ર્મ્પ ક્યારેક-ક્યારેક ખોવાઈ જાય છે…

હકીકતમાં જ્યારે જો બાઈડન અમેરિકાના ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર હતા ત્યારે ટ્રમ્પે ઉંમર અને ફિટનેસ અંગે ટ્રમ્પ પર ઘણા સવાલો ઉઠાવ્યા હતા. ટ્રમ્પે બાઈડનને પ્રમુખપદ માટે મિસફિટ જાહેર કર્યા હતા.

હવે કમલા હેરિસ એ જ સ્ટ્રેટેજી અજમાવીને ૭૮ વર્ષી ટ્રમ્પને મિસફિટ જાહેર કરવા માગે છે.

જો ટ્રમ્પ ચૂંટણી જીતી જશે તો અમેરિકાના ઇતિહાસમાં પ્રમુખ બનનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ હશે.

જોકે, ટ્રમ્પની રણનીતિ સહાનુભૂતિ મેળવવાની છે. એમની હત્યાના બે પ્રયાસને લીધે એમને માટે સહાનુભૂતિ થઈ છે. શ્ર્વેત લોકોમાં ટ્રમ્પનો હાથ ઉપર છે. ટ્રમ્પ વસાહતીઓ પર આક્ષેપો મૂકીને અમેરિકનોને પોતાના પક્ષમાં ખેંચી લેવા કોશિશ કરી રહ્યા છે.

ટ્રમ્પ કહે છે કે ઇમિગ્રન્ટ્સ અમેરિકનો પર બળાત્કાર અને હત્યા કરી રહ્યા છે… જો હું રાષ્ટ્રપતિ બનીશ તો હું એમને મોતની સજા ફટકારીશ. ટ્રમ્પ એવો પ્રચાર પણ કરે છે કે આજે દુનિયા અમેરિકાને એક એવા દેશ તરીકે ઓળખે છે, જેના પર કબજો કરવામાં આવ્યો છે… આપણી પર ગુનાહિત તાકાતોએ કબજો જમાવ્યો છે
આવા બધા પ્રચાર યુદ્ધમાં કમલા એન્ટી ઇન્કમ્બન્સી ફેકટરથી પણ પીડાય છે. બાઈડેનના શાસનમાં ઊંચો ફુગાવો, બિગ ઈન્ડસ્ટ્રિયલ બિલ તથા વિશ્ર્વમાં અમેરિકાની શાખ ઓછી થઈ છે. બાઈડેન ન તો યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ કે ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ અટકાવી શક્યા છે.

કમલા હેરિસ પર પ્રહારો કરતી વખતે ઘણી વખત ટ્રમ્પ લક્ષ્મણરેખા ઓળંગી ગયા છે અને આને લીધે મહિલાઓના વોટ એ ગુમાવી રહ્યા છે. ટ્રમ્પે હાલમાં ભારત પર પણ પ્રહાર કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચીમકી આપતા કહ્યું છે કે પોતે ફરી સત્તામાં પાછા આવશે તો ભારત પર બે ગણો ટેક્સ નાખશે. ટ્રમ્પે કહે છે કે ચીન ૨૦૦ ટકા ટેક્સ વસૂલે છે. બ્રાઝિલ પણ જંગી ટેક્સ લે છે , પણ મધ્ય દેશોમાં ભારત સૌથી વધુ ટેક્સ વસૂલે છે. ડેટ્રોઇટમાં ચૂંટણી સભામાં આર્થિક નીતિ અંગે ટ્રમ્પે પોતાની યોજના જાહેર કરતા કહે છે કે અમેરિકન લોકોને ફરીથી સંપન્ન કરવા માટે ભારત જેવા દેશો પર વળતો ટેક્સ લાદવાનું અગત્યનું છે.
ટ્રમ્પે ડેટ્રોઇટમાં આપેલા ભાષણમાં પ્રમુખ બન્યાના એક વર્ષમાં જ વીજદર અડધા કરવાનું વચન આપ્યું હતું.દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ટોણો મારતાં કહે છે કે મફતની રેવડી હવે અમેરિકા પહોંચી ગઈ છે. !

| Also Read: ચેસ ખેલાડીએ ટૉઇલેટમાં મોબાઇલ સંતાડ્યો એટલે તેનું આવી બન્યું…

ડેટ્રોઇટની સભામાં ટ્રમ્પે કહ્યું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોટા નેતા છે. નેતા તરીકે એ સારું કામ કરે છે. મોદીના પ્રયાસોને કારણે ભારત અને અમેરિકાના સંબંધ મજબૂત થયા છે. આમ છતાં મોદી અમારા પરના ટેક્સ ઘટાડતા નથી. ગઈ ચૂંંટણીમાં મોદીએ ખુલ્લેઆમ ટ્રમ્પને ટેકો આપ્યો હતો, પરંતુ આ વખતે એમણે અમેરિકાના પ્રવાસ વખતે ટ્રમ્પને મળવાનું ટાળ્યું હતું.

આ ચૂંટણીમાં કોણ જીતે એ કહેવું આસાન નથી, પરંતુ અમેરિકનો એવી મનોમન પ્રાર્થના કરી રહ્યા છે કે આ ચૂંટણી શાંતિથી પતે અને અમેરિકાની એકતા – અખંડિતતા સચવાઈ રહે. આમાં ખતરો ટ્રમ્પ તરફથી છે. ગયા વખતે ૨૦૨૦માં બાઈડેન સામે હારી ગયા બાદ પણ એમણે પોતનો પરાજય ખેલદિલીપૂર્વક સ્વીકાર્યો નહોતો. રમખાણો થયાં હતાં. આ વખતે પણ ચૂંટણી લોહિયાળ ન બને અને અમેરિકા ‘ડિવાઈડેડ સ્ટેટ ઓફ અમેરિકા’ ન બને એની તકેદારી અમેરિકાના રાજકારણીઓ અને લોકોએ રાખવી પડશે..

| Also Read: 9 વર્ષ બાદ ભારતના વિદેશ મંત્રી પહોંચ્યા પાકિસ્તાન, SCO સમિટમાં ભાગ લેશે એસ જયશંકર

કેવી રીતે થશે અમેરિકાના નવા પ્રમુખની પસંદગી?
અમેરિકાની ચૂંટણીની સિસ્ટમ અલગ પ્રકારની છે. અમેરિકામાં ઇલેક્ટરલ કોલેજ સિસ્ટમ છે. દરેક રાજ્યને તેના વસતિ આધારે ઇલેક્ટરલ વોટ દેવામાં આવ્યા છે. કુલ ૫૩૮ ઇલેક્ટરલ કોલેજ વોટ છે. આમાંથી ૨૭૦ વોટ મેળવનાર વિજેતા બને છે. આ સિસ્ટમ એવી છે, જેમાં રાજ્યમાં જીત મેળવનારને બધા ઇલેક્ટરલ વોટ મળે છે અને હારી જનારને એકેય મળતા નથી.અમેરિકામાં ૫૦ રાજ્ય છે, પરંતુ મોટા ભાગના રાજ્યો વર્ષોથી અમુક પક્ષની જ ફેવર કરે છે. આથી પ્રમુખ કોણ બનશે એનો આખરી ફેંસલો વાડ પર બેસેલા જેને ‘સ્વિંગ સ્ટેટ’ કહે છે એના હાથમાં હોય છે. હાલમાં સાત રાજ્યમાં ચૂંટણી રસાકસીભરી છે. ત્યાં બે ઉમેદવાર વચ્ચે ફક્ત બે ટકાનો ફરક છે. આ રાજ્યો અમેરિકાના નવા પ્રમુખ નક્કી કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button