ઇન્ટરનેશનલનેશનલ

શાહબાઝ શરીફના ડિનરમાં પહોંચ્યા એસ જયશંકર, પાકિસ્તાનના વડાપ્રધાને કર્યું સ્વાગત: video viral…

ઇસ્લામાબાદ: મંગળવાર સાંજે SCO સમિટમાં ભાગ લેવા પાકિસ્તાન આવેલા ભારતના વિદેશ પ્રધાન જયશંકર સહિત તમામ મહેમાનોને રાત્રિભોજન માટે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે આમંત્રણ આપ્યું હતું. શાહબાઝ શરીફે ડિનર માટે પહોંચેલા તમામ મહેમાનોનું સ્વાગત કર્યું. આ દરમિયાન એસ જયશંકર અને શાહબાઝ શરીફે પણ હાથ મિલાવીને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.

એસસીઓ ડિનર પહેલાંની તસવીરોમાં શહેબાઝ શરીફ એસ જયશંકરને આવકારતા અને હાથ મિલાવતા જોઇ શકાય છે, જે દરમિયાન બંનેએ ટૂંકી વાતચીત પણ કરી હતી. જયશંકર મંગળવારે સાંજે જ પાકિસ્તાન પહોંચ્યા હતા. લગભગ એક દાયકામાં પ્રથમ વખત કોઈ ટોચના ભારતીય નેતા પાકિસ્તાનની મુલાકાતે પહોંચ્યા છે. જયશંકર બપોરે 3.30 વાગ્યે નૂર ખાન એરબેઝ પર પ્લેનમાંથી ઉતર્યા હતા. અહીં તેમનું મહાનિર્દેશક ઇલ્યાસ મહમૂદ નિઝામી અને અન્ય પાકિસ્તાની અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.

ભારતે કરી છે સ્પષ્ટતા:

ભારત તરફથી પહેલા જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જયશંકર માત્ર SCO સમિટ માટે જ આવ્યા છે. આ સમયગાળા દરમિયાન જયશંકર દ્વિપક્ષીય સંબંધો પર કોઇ ચર્ચા નહીં કરે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, એસ જયશંકર સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ આ સમિટ માટે પાકિસ્તાન પહોંચ્યા છે કારણ કે ભારત SCOમાં સક્રિય રીતે સામેલ છે.

ભારત અને પાકિસ્તાનના સંબંધો ઘણા લાંબા સમયથી ખૂબ જ બગડતા રહ્યા છે. નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2015માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. ત્યારપછી કોઈ મોટા ભારતીય નેતાએ પાકિસ્તાનની મુલાકાત લીધી નથી. વિદેશ મંત્રી જયશંકર લગભગ એક દાયકા બાદ પાકિસ્તાનની મુલાકાત લેનારા ભારતના પહેલા મોટા નેતા છે. જયશંકરની આ મુલાકાત પર પાકિસ્તાનના ઘણા નેતાઓના નિવેદનો સામે આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button