સ્પોર્ટસ

બુધવારથી પ્રથમ ટેસ્ટ: ભારત ફેવરિટ, પણ મેઘરાજા મજા બગાડી શકે…

ભારતની ધરતી પર ન્યૂ ઝીલૅન્ડ 36 વર્ષથી ટેસ્ટ નથી જીત્યું, સવારે 9.30 વાગ્યાથી આરંભ

બેન્ગલૂરુ: અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બુધવારે ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ત્રણ મૅચવાળી સિરીઝની પ્રથમ ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી) શરૂ થશે. ભારત આ મૅચ જીતવા ફેવરિટ છે, પણ બેન્ગલૂરુમાં ખૂબ વરસાદ હોવાથી મૅચ દરમ્યાન મેઘરાજા વારંવાર વિઘ્નો ઊભા કરશે એવો ભય છે.

આ પણ વાંચો : એક ભારતીય ખેલાડીના ‘અચ્છે દિન’ આવી રહ્યા છે, બુધવારે ન્યૂ ઝીલૅન્ડ સામે મળી શકે મોકો…

બન્ને દેશ વચ્ચે કુલ 62 ટેસ્ટ રમાઈ છે. એમાંથી બાવીસ ભારતે અને 13 ન્યૂ ઝીલૅન્ડે જીતી છે. 27 ટેસ્ટ ડ્રૉમાં પરિણમી છે.
ભારતની ધરતી પર ટીમ ઇન્ડિયાનો રેકૉર્ડ અત્યંત સારો છે. ભારતની ધરતી પર ભારત-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે 36 ટેસ્ટ રમાઈ છે જેમાંથી ભારતે 17 અને માત્ર બે ટેસ્ટ ન્યૂ ઝીલૅન્ડે જીતી છે. બાકીની ટેસ્ટ ડ્રૉમાં પરિણમી છે.

ભારતમાં કિવીઓ 36 વર્ષથી ટેસ્ટ નથી જીત્યા. છેલ્લે તેઓ 1988માં ભારતમાં (વાનખેડેમાં) ટેસ્ટ જીત્યા હતા. ત્યારે દિલીપ વેન્ગસરકર ભારતના અને જૉન રાઇટ ન્યૂ ઝીલૅન્ડના કૅપ્ટન હતા.

ભારતમાં રમાયેલી છેલ્લી 10માંથી સાત ટેસ્ટ ભારતે જીતી છે અને ત્રણ ટેસ્ટ ડ્રૉમાં પરિણમી છે.

આ પણ વાંચો : IND vs NZ: ભારત સામેની પ્રથમ ટેસ્ટ પહેલા ન્યુઝીલેન્ડને ઝટકો, આ ફાસ્ટ બોલર સિરીઝથી બહાર

બન્ને દેશની ટીમ:
ભારત: રોહિત શર્મા (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ/સરફરાઝ ખાન, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ, આર. અશ્ર્વિન, રવીન્દ્ર જાડેજા, આકાશ દીપ/કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ

ન્યૂ ઝીલૅન્ડ: ટૉમ લૅથમ (કૅપ્ટન), ડેવૉન કૉન્વે, વિલ યંગ, રચિન રવીન્દ્ર, ડેરિલ મિચલ, ટૉમ બ્લન્ડેલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિચલ સૅન્ટનર/માઇકલ બ્રેસવેલ, ટિમ સાઉધી, ઍજાઝ પટેલ અને વિલ રુરકી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button