નવી દિલ્હીઃ લોકસબાની ચૂંટણી સંપન્ન થયા પછી જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ હતી, હવે આગામી મહિના દરમિયાન મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી યોજવામાં આવશે, ત્યારે તેની સાથે પેટા ચૂંટણીની જાહેરાત કરી હતી. આજે કેરળની વાયનાડ લોકસભાની સીટ પરથી કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીની ઉમેદવારી માટે સત્તાવાર મંજૂરીની મહોર મારી છે.
કેરળની વાયનાડને લઈ કોંગ્રેસે આજે સૌથી મોટી જાહેરાત કરી છે. પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીને પાર્ટીનાં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઈસી)ની મીટિંગ પછી પ્રિયંકા ગાંધીના નામની જાહેરાત કરવામાં આવી હતી.
પ્રિયંકા ગાંધી વાડ્રાને સીટ પરથી ઉતારવાની યોજના મહત્ત્વની આંકવામાં આવે છે, કારણ કે આ સીટ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા, વિપક્ષના નેતા સહિત પોતાના રાહુલ ગાંધીની હતી. અહીંની સીટ પરથી રાહુલ ગાંધીએ ચૂંટણી લડ્યા હતા.
વાયનાડ અને રાયબરેલીની બે બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. નિયમ અનુસાર તેમને એક સીટ છોડવાની હતી, તેથી પછી રાહુલ ગાંધીએ વાયનાડની બેઠક છોડવાની જાહેરાત કરી હતી.
ચૂંટણી પંચે આજે વાયનાડ લોકસભાની ચૂંટણી માટે 13મી નવેમ્બરના પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી, જ્યારે મતગણતરી 23મી નવેમ્બરે થશે. આ જાહેરાત પછી એઆઈસીસીએ પ્રિયંકા ગાંધીના નામની જાહેરાત કરવામાં આવી હતી.
વાયનાડની બેઠક સિવાય વિધાનસભાની સીટ માટે પણ બે ઉમેદવારના નામ જાહેર કર્યા હતા, જેમાં પલક્કડ માટે રાહુલ એમ અને ચેલ્લાક્કારા (એસસી)ની બેઠક પરથી શ્રીમતી રમ્યા હરિદાસનો સમાવેશ થાય છે.