આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ ‘એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ’ દયા નાયકના હાથમાં

દશેરાની રાત્રે લગભગ સવા નવ વાગ્યા આસપાસ NCP અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની કરપીણ હત્યાથી માત્ર મુંબઈની રાજનીતિ જ નહીં બોલિવૂડ ખુદ સ્તબ્ધ થઈ ગયું હતું. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ એ લીધી છે અને ત્રણ જેટલા યુવકોની ધરપકડ કરાઇ છે સાથે હત્યામાં વપરાયેલા હથિયાર પણ ઝડપી લીધા છે. ‘મુંબઈ સમાચાર’ને મળતી વિગત પ્રમાણે બાબા સિદ્દીકીના હત્યા કેસની તપાસ મહારાષ્ટ્રના એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ દયા નાયકને સોંપવામાં આવી શકે છે.

આ પણ વાંચો: Baba Siddique Murder: હત્યાનો આદેશ બિશ્નોઈનો પણ…

મુંબઈ પોલીસના ઈન્સ્પેક્ટર દયા નાયક ફરી એકવાર સમાચારોમાં છે. કારણ છે પૂર્વ મંત્રી અને NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા. બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. દયા નાયક મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના વડા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કોણ છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક, જેમને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે.

દયા નાયક અને વિવાદ

આ સમયગાળા દરમિયાન દયાનો વિવાદો સાથે પણ ઊંડો સંબંધ રહ્યો હતો. 2003માં એક પત્રકારે તેના પર શાળા ખોલવા માટે દાઉદ ગેંગ પાસેથી પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, કોર્ટની સૂચના પર, તેમની સામે મકોકા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે બાદમાં તે નિર્દોષ સાબિત થયો હતો. આ સિવાય તેમની સામે અપ્રમાણસર સંપત્તિના કેસમાં પણ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, હાઈકોર્ટે 2010માં તેમને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button