આપણું ગુજરાતરાજકોટ

પતિ સાથે બબાલમાં પદ્મિનીબાએ કર્યો પતિ પર હુમલો

રાજકોટ: લોકસભા ચૂંટણી સમયે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના વિવાદિત નિવેદન પર ઊભા થયેલા વિરોધથી ચર્ચામાં આવેલા ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા અને તેમના પતિ વચ્ચે કંકાસના અહેવાલો મળી રહ્યા છે. જેનો હાલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

મીડિયા અહેવાલો અનુસાર ક્ષત્રિય આંદોલન સમયથી ચર્ચામાં આવેલા પદ્મિનીબા વાળા અને તેમના પતિ ગિરિરાજસિંહ વાળા કોઇ બાબતે બબાલ કરી રહ્યા હોવાનો કથિત વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. પદ્મિની બા અને તેમના પુત્ર સત્યજીતસિંહે મળીને તેમના પતિ ગિરિરાજસિંહ પર પાઈપથી હુમલો કર્યો હોવાના પણ અહેવાલો છે.

આ પણ વાંચો : રાજકોટમાં મીઠાઇ બાદ હવે ખાદ્ય તેલ પર ફૂડ વિભાગની તવાઈ

આ પહેલા પણ પદ્મિનીબા વાળા અને તેના પતિ સાથે વિવાદ થયો હોવાના પણ અહેવાલો સામે આવ્યા હતા. તે સમયે પદ્મિની બા વાળાની કોલ પરની વાતચીતનો એક ઓડિયો વાઈરલ થયો હતો. જ્યારે ફરી એકવાર ગતરાત્રે પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સત્યજીતસિંહ કોઈ કારણોસર ઝઘડો કરીને ગિરિરાજસિંહ પર પાઈપ વડે હુમલો કર્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. જેમાં તેના પતિ પદ્મિનીબા વાળાના પતિને ઇજા થઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button