બનાસકાંઠા

વાવ વિધાનસભા પેટા ચૂંટણી ઠાકોર V/s ચૌધરી – કેવી રીતે સાબિત થશે બનાસના કંકર-કંકરમાં શંકર?

ગુજરાતમાં બનાસકાંઠાના વાવ વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર 13 નવેમ્બરે વોટિંગ થશે. ગત લોકસભા ચૂંટણીમા કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ગેની બહેન ઠાકોરે ભાજપની 26 એ 26 બેઠક સતત ત્રીજીવાર જીતવાના ‘અશ્વમેધ’ને નાથી લીધો હતો. ગેની બહેને ભાજપના પ્રતિદ્વંદી રેખા બહેન ચૌધરીને અંદાજે 30 હજારથી વધુ મતથી હરાવી ભાજપની સોનાની થાળીમાં પોતાની જીત રૂપી લોઢાની મેખ મારી હતી. હવે ફરી એક વાર આ બેઠક પર ઠાકોર વિરુદ્ધ ચૌધરી ઉમેદવારથી બનાસકાંઠાનો માહોલ ગરમાઈ જશે તે વાત ચોક્કસ છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આ પંથકમાં મોટું નામ છે તેઓ પણ વિધાનસભા ચૂંટણીમા એક પરાજયનો સ્વાદ ચાખી ચૂક્યા છે. અને લોકસભાની ચૂંટણીમા પોતાની પ્રતિસ્ઠા ભાજપની હારથી ગુમાવી ચૂક્યા છે. હવે તક છે કે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જીતી, સાબિત કરવાનું છે કે હજુ યે બનાસના કંકર-કંકરમાં શંકર છે.

આ પણ વાંચો: ગુજરાતની વાવથી કેરળની વાયનાડ સુધી, જાણો કયા રાજ્યોમાં કેટલી બેઠક પર યોજાશે પેટાચૂંટણી

જ્યારથી ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા ત્યારથી જ તેઓ સતત પોતાના ટેકેદારોએ-કાર્યકરોને વાવ પેટા ચૂંટણી માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. જો કે આ બેઠકને લઈને નાનની પણ અલગ-અલગ ચર્ચા છે પરંતુ સાંસદ ગેની બહેન ઠાકોર જેના પર પસંદગીનો કળશ ઢોળશે, તેના પર મોવડી મંડળ મહોર મારી શકે છે. ગેનીબેન કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અને હવે તેમના બાદ કોંગ્રેસ આ બેઠક પરથી જાતિગત સમીકરણોના આધારે ઉમેદવારના નામ પર પસંદગીનો કળશ ઢોળે તેમ માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ આ બેઠક પરથી થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત છેલ્લા ચારેક દાયકાઓથી રાજકારણમાં સક્રિય રહેલા કે.પી ગઢવીનું પણ નામ ઉમેદવારની યાદીમાં ચર્ચાઇ રહ્યું છે

આ પણ વાંચો: વાવ બેઠક પર 13 નવેમ્બરે મતદાન: જ્યાં ભાજપ હાર્યું ત્યાં હવે કોને ટિકિટ? આ નામની છે ચર્ચા!

આજે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ સાથે જ ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે પત્રકાર પરિષદ સંબોધીને ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે, જ્યારે ઝારખંડમાં પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે થવાનું છે. જ્યારે 23 નવેમ્બરના રોજ મતગણતરી થશે.

13 તારીખે થશે મતદાન
વાવ વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચે કરી છે. આગામી 13 નવેમ્બરના રોજ વાવ વિધાનસભા બેઠક માટે મતદાન યોજાશે, જ્યારે 23 નવેમ્બરના મતદાનનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વર્ષ 2017થી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. 2012 ના વર્ષે પણ તેમણે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ પરાજય થયો હતો, ત્યારબાદ વર્ષ 2017 માં પ્રથમ વખત તેઓ ધારાસભ્ય તરીક ચૂંટાયા હતા. બાદમાં 2022 માં પણ ચૂંટાયા હતા.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker