આમચી મુંબઈમહારાષ્ટ્ર

Assembly Election: શા માટે ચૂંટણી પંચે નવેમ્બરમાં ઈલેક્શનની કરી જાહેરાત?

મહારાષ્ટ્રમાં 'અબ કી બાર કીસ કી સરકાર'?, નેતાઓ જોશમાં આવીને કર્યાં દાવા

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખની મહિનાઓ સુધી રાહ જોયા પછી આજે સત્તાવાર રીતે ચૂંટણી પંચે એક તબક્કામાં એટલે 20મી નવેમ્બરે મતદાન અને 23મી નવેમ્બરના પરિણામની જાહેરાત કરી. મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત સાથે મહારાષ્ટ્રમાં આચાર સંહિતા લાગુ પડી છે. મહારાષ્ટ્રમાં નાંદેડ લોકસભા અને કેદારનાથ વિધાનસભાની 20મી નવેમ્બર તેમ જ 13મી નવેમ્બરે 47 વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે. બંને રાજ્યમાં ચૂંટણી પંચે ખાસ કરીને તહેવારોને ધ્યાનમાં રાખીને કરી છે, જેમાં 31મી ઓક્ટોબરે દિવાળી છે, જ્યારે પાંચથી આઠ ઓક્ટોબર વચ્ચે છઠ પૂજા છે. બંને રાજ્યના લોકો તહેવારોની ઉજવણી કરી શકે તે ઉદ્દેશને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર પછી ચૂંટણીની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં મહાયુતિ અને MVA માં સીટ વહેંચણી થઇ ગઇ! જાણો કોણ કેટલી બેઠક પરથી ચૂંટણી લડશે…

મહારાષ્ટ્રમાં સાડા નવ કરોડથી વધુ મતદાર

ચૂંટણી પંચે જણાવ્યું કે મહારાષ્ટ્રના 36 જિલ્લાની કુલ 288 સીટ છે, જેમાંથી એસટી માટે 25 અને એસસી માટે 29 સીટ છે. મહારાષ્ટ્રમાં કુલ 9.63 કરોડ મતદાદર છે, જેમાં મહિલા મતદાર 4.66 અને પુરુષ 4.97 કરોડ છે. રાજ્યમાં 1.186 મતદાન કેન્દ્ર હશે, જ્યારે 85 વર્ષથી વધુ ઉંમરના મતદાર ઘરેથી મતદાન કરી શકશે. ઉમેદવારી નોંધાવવા માટેની છેલ્લી તારીખ 29મી ઓક્ટોબર તથા ઉમેદવારીપત્રની તપાસ તારીખ 30મી ઓક્ટોબર રહેશે. આ ઉપરાંત, ઉમેદવાર પાછી લેવાની અંતિમ તારીખ ચોથી નવેમ્બર 2024ના રહેશે. મતદાનની તારીખ 20મી નવેમ્બર અને રિઝલ્ટ 23મી નવેમ્બરે આવશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ચૂંટણી પંચની જાહેરાત પૂર્વે સરકારી અને પાલિકા (BMC)ના કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી હતી, જ્યારે મહાવિકાસ આઘાડી (MVA)ના નેતાઓએ જીતના દાવા કરતા નિવેદનો આપ્યા હતા.

નાંદેડમાં યોજવામાં આવશે પેટા ચૂંટણી

મહારાષ્ટ્રની નાંદેડ લોકસભાની સીટ પર 20મી નવેમ્બરે પેટા ચૂંટણી યોજવામાં આવશે. આ સીટ કોંગ્રેસ નેતા વસંતરાવ બળવંત રાવ ચવ્હાણના નિધન પછી ખાલી થઈ હતી. 26મી ઓગસ્ટે નિધન થયું હતું. વસંતરાવ બળવંતરાવ ચવ્હાણે ભાજપના પ્રતાપરાવ ગોવિંદરાવ ચિખલિકરને હરાવ્યા હતા. બળવંતરાવને લોકસભાની ચૂંટણીમાં 5,28,894 મત મળ્યા હતા, જ્યારે ચિખલિકરને 4,69,452 મત મળ્યા હતા.

અમે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જીતીશુંઃ દેશમુખ

એનસીપી-એસસીપી નેતા અનિલ દેશમુખે કહ્યું કે મહાવિકાસ આઘાડી ચૂંટણી માટે તૈયાર છે. સીટ વહેંચણીની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ગઠબંધનના સહયોગીઓની વચ્ચે યોગ્ય તાલમેલ કરવામાં આવશે અને અમે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જીતીશું અને સરકાર બનાવીશું.

અમે ચૂંટણી પંચને નિષ્પક્ષ માનતા નથીઃ રાઉત

શિવસેના (યુબીટી)ના સાંસદ સંયજ રાઉતે કહ્યું કે અમે ચૂંટણી પંચને અપીલ કરીએ છીએ કે મહારાષ્ટ્રની ચૂંટણી હરિયાણા જેવી બનાવશો નહીં. પૈસાનો ખેલ થઈ શકે છે. ઈવીએમ ફુલપ્રુફ નથી. ગમે તે કહો પણ સરકાર બદલાશે. પીએમ મોદી, અમિત શાહ અને સુપ્રીમ કોર્ટના સમર્થનમાં બનેલી ગેરબંધારણીય સરકાર બદલાશે, એવો રાઉતે દાવો કર્યો હતો.

આ પણ વાંચો : જોજો હો હરિયાણાવાળી ન થાયઃ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના નેતાઓને આપી સલાહ…

મહારાષ્ટ્રમાં અમે ફરી સત્તામાં આવીશુંઃ પ્રફુલ પટેલ

26મી નવેમ્બર પહેલા મહારાષ્ટ્રમાં નવી સરકારનું ગઠન જરુરી છે. રાહતની વાત એ છે કે ચૂંટણી પંચે 20મી નવેમ્બરે ચૂંટણી અને 23મી નવેમ્બરની મતગણતરી જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં લોકો વિકાસ અને સારા કામ માટે મોદીના નેતૃત્વ હેઠળની ગઠબંધનની પાર્ટીને મત આપશે. હરિયાણા અને કાશ્મીરની ચૂંટણીના પરિણામો પણ સારા મળ્યા છે. લોકોએ સારા કામકાજ અને વિકાસ માટે સરકારને મત આપ્યા છે, તેથી મહારાષ્ટ્રમાં અમે ફરી સત્તામાં આવીશું, એમ એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button