આમચી મુંબઈમહારાષ્ટ્ર
લાડકી બહિન યોજના: આ મહિલાઓને નહીં મળે યોજનાઓનો લાભ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઈલેક્શનની તૈયારીઓમાં હવે તમામ પાર્ટી લાગી ગઈ છે ત્યારે સરકારની સૌથી મોટી યોજના અન્વયે માંઝી લાડકી બહિન યોજના અંગે અમુક કેટેગરી હેઠળ મહિલાઓ યોજનાનો લાભ નહીં મળી શકે. આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને આર્થિક મદદ પૂરી પાડવા માટે મહારાષ્ટ્ર સરકારે ‘મુખ્યમંત્રી માંઝી લાડકી બહિન યોજના’ શરૂ કરી છે. આ યોજનાના લાભાર્થીઓને દિવાળી બોનસ આપવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ચોથા અને પાંચમા હપ્તા તરીકે ૩૦૦૦ રૂપિયા મહિલાઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં મહાયુતિ અને MVA માં સીટ વહેંચણી થઇ ગઇ! જાણો કોણ કેટલી બેઠક પરથી ચૂંટણી લડશે…
આ મહિલાઓને યોજનાનો લાભ નહીં મળે
- આ યોજનાનો લાભ ફક્ત એવી મહિલાને મળશે જેમની કૌટુંબિક વાર્ષિક આવક રૂ. ૨.૫ લાખ કે તેથી ઓછી છે. રૂપિયા ૨.૫ લાખથી વધુની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવતી મહિલાઓને આ યોજનાનો લાભ નહીં મળે.
- ‘મુખ્યમંત્રી માંઝી બહિન યોજના’ના જે લાભાર્થીઓએ પહેલા નોંધણી કરાવી છે અને અગાઉના હપ્તાનો લાભ મેળવ્યો છે તેમને જ તેનો લાભ મળશે.
- આ લાભ માત્ર તે મહિલાઓને જ મળશે જે મૂળ મહારાષ્ટ્રની છે. લાભાર્થીની ઉંમર ૨૧ થી ૬૫ વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- લાભાર્થી મહિલાનું પોતાનું બેંક ખાતું હોવું જોઈએ. આ સાથે બેંક એકાઉન્ટ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે.
- જો મહિલાના પરિવારનો કોઈ સભ્ય ઈન્કમ ટેક્સ ભરતો હોય તો તેમને લાભ નહીં મળે.
- જો મહિલાના પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં હોય અથવા પેન્શન મેળવતો હોય તો તેને આ યોજનાનો લાભ નહીં મળે.
- જો મહિલાના પરિવારના સભ્યોના નામે ફોર-વ્હીલર (ટ્રેક્ટર સિવાય) નોંધાયેલ હોય તો પણ તેને આ લાભ નહીં મળે.
- જો મહિલાના પરિવારનો કોઈપણ સભ્ય વર્તમાન કે ભૂતપૂર્વ સાંસદ/ધારાસભ્ય હોય તો પણ તેને આ યોજનાનો લાભ નહીં મળે.
- જો કોઈ મહિલા સરકારના અન્ય વિભાગો દ્વારા અમલી નાણાકીય યોજનાનો લાભ મેળવી રહી હોય તો તેનો આ યોજનામાં સમાવેશ કરવામાં નહીં આવે.
- મહિલાના પરિવારનો કોઈપણ સભ્ય ભારત સરકાર અથવા રાજ્ય સરકારના બોર્ડ/નિગમ/ઉપક્ર્મના અધ્યક્ષ/વાઈસ ચેરમેન/નિર્દેશક/સદસ્ય હોય તો પણ તેમને આનો લાભ નહીં મળે.
આ યોજનાનો લાભ મેળવવા માટે, મહિલાઓ પાસે આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, બેંક ખાતું, જાતિનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર, ઉંમરનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આવકનું પ્રમાણપત્ર (યલો અને ઓરેન્જ રેશન કાર્ડ ધારકો માટે આવકનો દાખલો હોવો જરૂરી નથી) રહેઠાણનું પ્રમાણપત્ર આવશ્યક છે.