શરદ પૂર્ણિમાએ લક્ષ્મી માતાની પૂજા કેવી રીતે કરશો, જાણો રીત, સમય…
શરદ પૂર્ણિમા વર્ષમાં એક વાર આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે લક્ષ્મી માતા સમુદ્રમંથનમાંથી પ્રગટ થયા હતા. આ દિવસને હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીની પૂજા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. એમ માનવામાં આવે છે એ શરદપૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે. આ દિવસને ખોજાગીરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતાઓ અનુસાર દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે. ચાલો આપણે જાણીએ શરદપૂર્ણિમાએ લક્ષ્મીદેવીની પૂજા કેવી રીતે કરવી પૂજાનું શુભ સમય શું છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારે સાંજે 6 56 કલાકથી શરદપૂર્ણિમાની તિથિ શરૂ થઈ રહી છે જે ગુરુવારે સાંજે 04.34 કલાકે પૂર્ણ થશે. તેથી બુધવારે શરદપૂર્ણિમા ઉજવવામાં આવશે અને ગુરુવારે સ્નાનદાન કરવામાં આવશે. શરદપૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે, પરંતુ જો તમે આમ ના કરી શકતા હો તો ઘરના પાણીમાં ગંગાજળ મેળવીને સ્નાન કરવાથી પણ ચાલશે. ત્યાર બાદ સ્વચ્છ વસ્ત્રો પહેરી લો. પછી લાકડાના સ્ટૂલ પર લાલ રંગનું કાપડ બિછાવો. આ સ્થાનને ગંગાજળથી પવિત્ર કરો. હવે તેના પર દેવી-લક્ષ્મીની પ્રતિમા મૂકો. પંચામૃત સાથે ગંગાજળથી માતાનો અભિષેક કરો. માતાને લાલ ચુંદરી અને શૃંગારની વસ્તુઓ અર્પણ કરો. તેની સાથે ફૂલની માળા, ધૂપ, દીપક, એલચી નૈવેદ્ય, સોપારી અને વગેરેનો ભોગ લગાવો. માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે ધ્યાન ધરો અને લક્ષ્મી ચાલીસાના પાઠ કરો. સાંજે ભગવાન વિષ્ણુની સાથે માતાની પણ પૂજા કરો. તુલસીના છોડ પાસે ઘીનો દીવો પણ પ્રગટાવો.
આ પણ વાંચો :રામ રાખે તેને કોણ ચાખે? ઈશ્વરે ઈન્સાન જાત પરથી હજુ વિશ્વાસ ગુમાવ્યો નથી
મધ્ય રાત્રીએ ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરો. ચોખા અને ગાયના દૂધની ખીર બનાવીને ચાંદનીમાં રાખો. ખીરને થોડા કલાકો સુધી ચાંદનીમાં રાખ્યા બાદ તેને માતાને અર્પણ કરો અને પ્રસાદ તરીકે આખા પરિવારને ખવડાવો. પૂજાના અંતે માતાની પ્રાર્થના કરો અને કોઇ ભૂલચૂક થઇ હોય તો ક્ષમા માગો.
શરદપૂર્ણિમાના ઉપાયો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શરદ પુર્ણિમાના દિવસે શ્રી લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો. બધી સમસ્યાઓને દૂર કરવા માટે લક્ષ્મીનારાયણની પૂજા કરો અને માતાને શૃંગારની વસ્તુઓ અર્પણ કરો. માન્યતાઓ અનુસાર શરત પૂર્ણિમાની રાતે આખી પૃથ્વી ચાંદનીથી તરબતર થઇ જાય છે અને અમૃત વરસે છે. આ માન્યતાઓને આધારે એવી પરંપરા બનાવવામાં આવી છે કે જો રાત્રે ચાંદનીમાં ખીરને રાખવામાં આવે તો તેમાં અમૃત સમાઈ જાય છે.