ગુજરાતની વાવથી કેરળની વાયનાડ સુધી, જાણો કયા રાજ્યોમાં કેટલી બેઠક પર યોજાશે પેટાચૂંટણી
નવી દિલ્હીઃ ચૂંટણી પંચ દ્વારા આજે બે રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણી સહિત દેશમાં 13 રાજ્યોની 48 વિધાનસભા સીટ અને બે રાજ્યોની લોકસભા સીટ પર પણ પેટા ચૂંટણી યોજાશે.
કઈ સીટો પર લોકસભાની પેટા ચૂંટણી યોજાશે
કેરળની વાયનાડ અને મહારાષ્ટ્રની નાંદેડ બેઠક પર લોકસભાની પેટા ચૂંટણી યોજાશે. દેશમાં જે સીટ પર લોકસભાની પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં કેરળની વાયનાડ સીટ બહુચર્ચિત છે. 2024 લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વાયનાડ અને અમેઠીથી જીત્યા હતા. જે બાદ તેમણે વાયનાડ સીટ પરથી રાજીનામું આપ્યું હતું.
ક્યા રાજ્યોમાં કેટલી સીટ પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે
રાજ્ય | પેટાચૂંટણી |
ઉત્તર પ્રદેશ | 10 |
રાજસ્થાન | 7 |
પશ્ચિમ બંગાળ | 6 |
આસામ | 5 |
બિહાર | 4 |
પંજાબ | 4 |
કર્ણાટક | 3 |
કેરળ | 2 |
મધ્ય પ્રદેશ | 2 |
સિક્કિમ | 2 |
ગુજરાત | 1 |
ઉત્તરાખંડ | 1 |
છત્તીસગઢ | 1 |
ગુજરાતમાં કઈ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે
ગુજરાતની વાવ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. ગેનીબેન ઠાકોર સાંસદ તરીકે ચૂંટાતા આ સીટ ખાલી પડી હતી. કોંગ્રેસ આ સીટ પર કોને ઉમેદવાર બનાવશે તેના પર સૌની નજર રહેશે. ઉપરાંત કોંગ્રેસ આ સીટ જાળવી રાખશે કે ભાજપ કાવા-દાવા દ્વારા તેના ધારાસભ્યોનું સંખ્યાબળ વધારશે તે પણ જોવું રહ્યું.