આપણું ગુજરાતસુરત

સુરતમાં 200 કિલો વજન ધરાવતા માણસે કરી આત્મહત્યા, દવાખાને લઈ જવાનું પડી ગયું ભારે…

સુરતમાં એક દુઃખદ ઘટના ઘટી હતી. જોકે આ આત્મહત્યાની ઘટના બાદ ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

ઘટનાની વિગતો અનુસાર શહેરના અમરોલી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા યુવકે આત્મહત્યા કરવા માટે પોતાના બંને હાથની નસો કાપી નાખી હતી. આ કલ્પેશ નામના વ્યક્તિનું વજન 200 કિલો હતું અને માણસને એપાર્ટમેન્ટમાંથી સારવાર માટે નીચે લાવવાનું અઘરું પડી ગયું હતું.

માણસનું વજન વધારે હોવાને કારણે પડોશીઓ તેમને નીચે લાવી શકયા ન હતા. આવી સ્થિતિમાં યુવકને નીચે લાવવા માટે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. 11 જેટલા પોલીસકર્મીઓ અને ફાયરમેનોએ મળીને કપડાની ચાદરની મદદથી યુવકને વચ્ચે બેસાડી ચોથા માળેથી નીચે ઉતાર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર અમરોલી ક્રોસ રોડ સ્થિત સતાધાર સોસાયટી એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા કલ્પેશ ભટ્ટે રવિવારે સાંજે અગમ્ય કારણોસર પોતાના બંને હાથની નસો કાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને લોહીલુહાણ જોઈને પરિવારજનો ગભરાઈ ગયા હતા. તેણે આસપાસના લોકોની મદદથી કલ્પેશને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ ગયો.

પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ પણ આવી હતી અને પાડોશીઓની મદદથી તેમને નીચે ઉતારવા પ્રયાસ કર્યો હતો. આખરે થાકી જતાં ફાયર બ્રિગેડના જવાનોની મદદ લેવી પડી હતી. ફાયર કર્મીઓએ જણાવ્યું હતું કે યુવકનું વજન ઘણું વધારે હતું. તેના બંને કાંડામાંથી લોહી વહી નીકળતું હતું. આથી મજબુત કાપડ (ચાદર)માં તેને લઈ 11 જણની મદદથી નીચે ઉતારવાની જહેમત ઉઠાવવામાં આવી હતી. 7 પોલીસ કર્મચારી અને 4 ફાયરમેને અલ્પેશને નીચે ઉતારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જોકે આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker