આપણું ગુજરાત

મહિનામાં ચોથી વાર જામનગરમાંથી મળી આવ્યો નવજાત શીશુનો મૃતદેહ

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ વિસ્તારમાંથી નવજાત શીશુ મળી આવવાની કમનસીબ ઘટના બનતી જ રહે છે. એક મહિનાના સમયગાળા દરમિયાન ચોથો કિસ્સો બન્યો છે. આજે સવારે ગાયનેક વિભાગ નજીકથી એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતાં પોલીસ તંત્રએ તપાસ શરૂ કરી છે, અને બાળકને ત્યજી દેનાર માતા-પિતાની શોધ ખોળ શરૂ કરી છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગ પાસેથી આજે સવારે એક નવજાત શીશુ મૃત હાલતમાં પડ્યું હોવાની માહિતી મળતાં સિટી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ દોડતો થયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. સીસીટીવી કેમેરાની મદદથી તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. હાલ આ સમગ્ર બનાવ બનતા હોસ્પિટલનું વહીવટી તંત્ર એલર્ટ થયું છે અને મૃત ભ્રુણ ત્યજી દેનારને શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે.

અગાઉ પણ બેડી ગેઇટ વિસ્તારમાંથી એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યા પછી જામનગરની જી.જી. હોસ્પિટલ નજીકની ગટરમાંથી એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતાં પોલીસ તંત્ર દોડતું થયું હતુ.જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ગાયનેક વોર્ડના પાછળના ભાગમાં આવેલી ગટરમાં એક નવજાત બાળક ગટરમાં પડ્યું હોવાનું જાણવા મળતાં પોલીસ તંત્ર દોડતું થયું હતુ. પી.એસ.આઇ. રાજેશ અસારી ઘટના સ્થળે દોડી ગયા હતા, અને ગટરના પાણીમાંથી મૃતદેહને બહાર કઢાવ્યો હતો, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. કોઈ અજ્ઞાત સ્ત્રી દ્વારા પોતાનો ગર્ભ છુપાવવા માટે અથવા તો અવિક્સીત બાળકને જન્મ આપ્યા પછી નીર્જન અવસ્થામાં મૂકી દેવા અંગેનું અનુમાન લગાવી તે દિશામાં કાર્યવાહી તપાસ હાથ ધરી હતી બાળકને ત્યજી દેનાર માતાની શોધ ખોળ હાથ ધરી હતી. જેમાં આજ દિન સુધી કોઇ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button