ટોપ ન્યૂઝનેશનલ

‘ચૂંટણી પહેલા મફત આપવાના વચનોને લાંચ જાહેર કરો’ અરજી પર SCએ કેન્દ્ર અને ECને નોટીસ પાઠવી

નવી દિલ્હી: લોકસભા કે વિધાનસભા ચૂંટણી પહેલા વિવિધ રાજકીયપક્ષો વાયદા કરતા હોય છે કે તેઓ સત્તા પર આવશે તો કેટલીક સેવા કે વસ્તુઓ મફતમાં પ્રદાન કરવામાં આવશે. ચૂંટણીમાં મફત આપવાના વચનોને “લાંચ” જાહેર કરવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટ(Supreme court)માં કરવામાં આવી છે. આજે આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ પાઠવી છે. અરજીમાં એવી પણ વિનંતી કરવામાં આવી છે કે ચૂંટણી પંચ આવા વચનોને રોકવા માટે તાત્કાલિક પગલાં લે.

કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે દરેક ચૂંટણીના થોડા સમય પહેલા રાજકીય પક્ષો મફતમાં ઘણી સુવિધાઓ આપવાનું વચન આપે છે. આવા વચનો રોકવા માટે ચૂંટણી પંચને તાત્કાલિક અને અસરકારક પગલાં ભરવા માટે નિર્દેશ આપવા પણ માંગ કરવામાં આવી છે.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ(DY Chandrachud)ની આગેવાની હેઠળની બેંચે આ અરજી પર સુનાવણી કરી હતી, બેંચે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ પાઠવી છે.

કર્ણાટકના રહેવાસી શશાંક જે શ્રીધર દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે. ચૂંટણી પૂર્વેના સમયગાળા દરમિયાન રાજકીય પક્ષોને મફત વસ્તુ કે સેવામાં વચનો આપવાથી રોકવા માટે અરજીમાં ચૂંટણી પંચ તાત્કાલિક અને અસરકારક પગલાં લે એ માટે નિર્દેશની પણ માંગ કરવામાં આવી હતી.

વકીલ વિશ્વાદિત્ય શર્મા અને બાલાજી શ્રીનિવાસન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે મફત આપવાના વચનથી સરકારી તિજોરી પર નાણાકીય બોજ પડે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે લોકો પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 હેઠળ લોકોને મત આપવા માટે પ્રેરિત કરવા માટે લાંચ આપવી એ ગેરકાયદે છે. રાજકીય પક્ષો ઘણીવાર આ વચનો માટે ભંડોળ કેવી રીતે પૂરું પાડવામાં આવશે તે જણાવ્યા વિના મફતની જાહેરાત કરે છે.

અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પારદર્શકતાના અભાવને કારણે સરકારો આવા વચનો પૂરા કરવામાં નિષ્ફળ જાય છે. જેના કારણે મતદારો સાથે છેતરપિંડી થાય છે. અરજદારે કહ્યું કે ફ્રીબીઝની પ્રથા મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના સિદ્ધાંતને અસર કરે છે.

Also Read –

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker