તરોતાઝા

મોજની ખોજ ઃ સીતાજીનાં અપહરણનું કારણ જણાવે છે રાવણ…

‘ચંબુડા, કેમ આમ ઉતરલી કઢી જેવુ મોઢું કરી બેઠો છે?’

‘ઉતરેલી કઢી જેવુ હોય કે દાઝેલી દાળ જેવુ,તને શું ? હું બહુ ક્ન્ફ્યુઝનમાં છુ, જોરદાર ક્ધફયુઝમાં. સાંભળ, ધારો કે કાલે તું ટપકી પડ્યો ને તારું શ્રીજિચરણ થઈ ગયું પછી તારું એકવાર સુભાષદહન થઇ જાય પછી દર વર્ષે કે કોઈ વર્ષે તારું બીજીવાર દેહદહન થાય? નઈને? મર્યા પછી કોઈ જિવ્યું છે ખરા? નઇને? તો આ રાવણ વળી કઇ વાડીનો મૂળો છે કે દર વર્ષે રાવણદહન થયાજ કરે છે? એકવારના જ દહનમાં જ પહેલાં ધુમાડો ને પછી રાખ કેમ ન બની જાય? વર્ષોથી બાળ્યા પછી હજી બળ્યો કેમ નઇ? આનો અંત ક્યારે? અરે અમારી સોસાયટીનો પેલો ચંપું મને કહે: અલ્યા ચંબુ, આ વખતે વરસાદ બહુ પડ્યો છે તો રાવણને બાળવાને બદલે પાણીમાં ડૂબાડીએ તો કેવું ?કઈક નોખું, કઈક અનોખુ! આપણે ગણપતિના વિસર્જનના દિવસે બાપાને ડુબાડીએ જ છીએને?’

‘બાપરે વેરી ખતરનાક વિચાર’
‘અરે, બાપરેની ક્યાં માંડે છે?’ આખી સોસાયટી ભડકી : એ અક્કલમઠા, આ બે વચ્ચે કઈ ફરક લાગે છે કે નઇ? ક્યાં રાવણ ને ક્યાં ગણપતિ? એ બે ને દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી.ગણપતિ ભગવાન છે ને રાવણ ….જવાદે ’ એટલામાં સોસાયટીવાળાએ જોરદાર ધીબેડી નાખ્યો : બીજીવાર બોલ્યો તો તને જ સળગાવી દઇશું, સમજ્યો?’ આ કેવું જબરુ કે જે રાવણને બાળીએ છીએ એને આપણે તો બનાવીએ છીએા વોટ એ ટ્રેજિક કોમેડી!

ક્ન્ફ્યુઝન નંબર-૨: ‘નાઉ ટેલ મી, આ રામના જન્મ દિવસે રામનવમી ઉજવવાની એમ રાવણના જન્મદિને રાવણપંચમી કે રાવણદસમ કે રાવણબારસ કેમ નઇ? અરે, જે જન્મ્યો જ નથી એને બાળવાનો કઇ રીતે? હજી તો એ પણ ખબર નથી પડતી કે રામને ચૌદ વર્ષ જ વનવાસ શું કામ? પંદર-સત્તર કે દસ -બાર કેમ નઈ?રામ સાથે સીતાજી વનમાં જાય તો લક્ષ્મણ સાથે ઉર્મિલા કેમ નઇ? વોટ ઇસ ધ પ્રોબ્લેમ..બોલ’

‘ચંબુ બકા, તું કોર્સ બહારના સવાલ કરી મગજની મેથી ન માર? હું હતો એ વખતે? રામાયણ મેં લખ્યુ છે? હું તુલસીદાસ છુ? વાલ્મીકિ મારા દાદા હતા? મોરારીબાપુ મારા સાઢુભાઈ છે? રામને તકલીફ ન પડે એટલે કદાચ ગયા હશે. સીતામાતા… મને ક્યાથી ખબર? ’

‘તો ઉર્મિલા સાથે કેમ ન ગઈ?’

‘અલ્યા ભૈ ઘરમાં એક સ્ત્રી તો જોઈએને?’

‘તો આ સુમિત્રા,કૌશલ્યા, કૈકેયી સ્ત્રી નથી?’

‘તો પછી કદાચ સીતાજીને એવો વિચાર આવ્યો હશે કે ત્રણ સાસુ સાથે રહેવું ને માથાકૂટ થાય એના કરતાં પતિ સાથે વનમાં રહેવું સારું.પતિથી નજીક ને સાસુથી દૂર. ઉર્મિલાના ભાગમાં ત્રણ સાસુ, બે દિયર, ને એક સસરાની સેવા લખેલી …એકચ્યુઅલી, આમ જોઈએ તો સાચો વનવાસ તો ઊર્મિલાએ ભોગવ્યો ને ભગવાન બનવાનો જશ લઈ ગયા રામ- લક્ષ્મણ -જાનકી’

યુ નો કે સીતાજીએ હરણ માટે જીદ કરી ને રામ દોડ્યા. થોડી પણ રાહ ન જોઈ ને કીક મારી એમાં થઈ ગયું સીતાજીનું અપહરણ ને બીજા દિવસે કેળના પેપરમાં હેડલાઇન :
‘બાવાનું રૂપ ધારણ કરી રાવણે કરેલું સીતાનું અપહરણ રાવણની શોધ ચાલુ છે’

‘ચંબુ, પછીની વાસ્તવિક્તા મને જ ખબર છે. અપહરણના બીજા દિવસે પંચ બેઠું ને રાવણને ગગલાવ્યો : ભૈ રાવણ ,સીતાનું અપહરણ શું કામ કર્યું? ને કર્યું તો બાવાનું જ રૂપ શું કામ ધારણ કર્યું? તને તો બ્રહમાજીનું વરદાન હતું કે તું કોઈ પણ રૂપ ધારણ …..’

‘હાકરી શકું પણ મારી મરજી, હું ભીક્ષાંદેહી કરતો ભગવા કપડામાં જાઉં ને કુટિરમથી સીતાજી લોટ આપવા આવે ને….સમજી ગયા?…. હવે તમે બોલો કયુ રૂપ ધારણ કરવાની જરૂર હતી? ’

‘તારે રામનું જ રૂપ ધારણ કરવાની જરૂર હતી’ પંચ બોલ્યું
‘માર્યોને લોચો…માય ડિયર પંચ, અરે રામનું રૂપ ધારણ કર્યું હોત તો સીતાજીના અપહરણનો વિચાર પણ ન આવ્યો હોત.અને શું કામ કર્યું એ જાણશો તો હલી જશો ! ’
‘તો જણાવ અમે હલવા તૈયાર છીએ. બોલ..’

‘તો જાણો અંદરથી મારો વિચાર જ પ્રભુના હાથે મરવાનો હતો પણ પ્રભુ મને મળે કઇ રીતે? ખુબ મનોમંથન પછી આ અપહરણનો વિચાર શ્રેષ્ઠ લાગ્યો. મહાયુધ્ધ થશે ને પ્રભુના હાથે મરીશ એની. જાણ હતી,પ્રભુના હાથે મરવાનું બધાના ભાગ્યમાં નથી હોતું, તમે લોકો તો મરશો કોઈ ડોક્ટરના કે આતંકીઓના હાથેને, તમે શું નથી કરતા? કોઈપણ મુખવટો ચડાવીને કોઈના પૈસાનું, પદનુ, પ્રતિષ્ઠાનુ અપહરણ કરો જ છોને ? બહાર તો ઠીક, તમારી અંદર જ જુવોને ..તમારા પેટમાં રહેલા રોગે તમારી તંદુરસ્તીનું અપહરણ કર્યું છે. તમારી છાતીમાં રહેલા ભયે તમારી હિમ્મતનું અપહરણ કર્યું છે, તમારી આંખમાં રહેલા લોભે તમારી શરમનું અપહરણ કર્યું છે, તમારા મગજમાં રહેલા ક્રોધે તમારી બુધ્ધિનુ અપહરણ કર્યું છે અને એબો ઓલ, વહાલા સાચી વાત તો એ છે કે એક વખત યમરાજ મૃત્યુનો મુખવટો પેહેરીને આવશે ને તમારી વસ્તુઓનું જ નઇ, તમારું જ અપહરણ કરી જશે પછી એ રાવણને ક્યાં શોધશો?!’

ટોટલ સન્નાટો.
‘વાહ રાવણ વાહ!’ બધા મનમાં બોલ્યા
‘મારૂ બેટુ આ તો કાગડાના ગળામાં કોયલનો ટહુકાર!’ પછી તો આખી સભાએ રાવણને શીષ જુકાવી વંદન કર્યા ને બોલ્યા: રાવણ, તુસી ગ્રેટ.!

બોલો, ..તમે શું કહો?

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker