નેશનલ

બહરાઇચમાં હિંસાચાર બાદ તોફાનીઓને સીએમનું અલ્ટિમેટમ

ઉત્તર પ્રદેશના બહેરાઈચ જિલ્લામાં હિંસાના 2 દિવસ બાદ પણ તણાવની સ્થિતિ યથાવત છે. મૂર્તિ વિસર્જન દરમિયાન પથ્થરમારો અને ગોળીબારની ઘટના બની હતી, જેમાં 22 વર્ષના રામ ગોપાલ મિશ્રાનું મોત થયું હતું. આ પછી રોષે ભરાયેલા લોકોએ તોડફોડ અને આગચંપી કરી હતી. સોમવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળ્યા બાદ બહરાઈચના ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. જોકે, હવે અહીં ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આજે મૃતકના પરિવારને મળશે. આસપાસના જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ અને વહીવટીતંત્ર પણ અફવા ફેલાવનારાઓ પર નજર રાખી રહ્યું છે. બહેરાઇચ મામલે સીએમ આદિત્યનાથ યોગી એક્શનમાં આવી ગયા છે અને તેઓ પળપળની વિગત લઇ રહ્યા છે. તેઓ આજે મૃતકના પરિવારજનોને મળશે. શહેરના દરેક ખુણે પોલીસ પહેરો ભરી રહી છે. અફવા ફેલાવનારાઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે.

રવિવારે ફાટી નીકળેલી હિંસામાં એક યુવકનું ગોળી લાગવાથી મોત થયું હતું, જેને કારણે જિલ્લામાં સનસનાટી ફેલીઇ હતી. રવિવારે થયેલી હિંસામાં એક યુવકનું ગોળી લાગવાથી મોત નીપજ્યું હતું, જે બાદ સમગ્ર જિલ્લામાં સનસનાટી મચી ગઈ હતી. હિંસા પછીના બીજા દિવસે સોમવારે મૃતક યુવકના અંતિમ સંસ્કાર દરમિયાન હજારો લોકો હાથમાં લાકડીઓ લઈને એકત્ર થવા લાગ્યા હતા. આ સમય દરમિયાન પોલીસ પ્રશાસન મૂક પ્રેક્ષક બની રહ્યું હતું. પરિવારે અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કર્યો હતો. ગામમાં એકઠા થયેલી હજારોની ભીડ હિંસક બની ગઈ હતી. જે બાદ અરાજકતાનો માહોલ સર્જાયો હતો. એક ખાસ સમુદાયના ઘરો અને દુકાનોને નિશાન બનાવીને તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. હોસ્પિટલ, બાઇકનો શોરૂમ વગેરેને આગ લગાવવામાં આવી હતી.

પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હિંસક ટોળું અહીં જ ન અટક્યું, ટોળાએ ગ્રામીણ વિસ્તારોમાં પણ તોડફોડ કરી હતી અને ચોક્કસ સમુદાયોના ઘરોને નિશાન બનાવી આગ લગાડવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ મહિલાઓ અને બાળકોને બચાવીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. આ વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું.

આધારભૂત સૂત્રોએ માહિતી આપી હતી કે રવિવારે દુર્ગા પૂજા બાદ મૂર્તિ વિસર્જન માટે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સાંજના સમયે જ્યારે આ યાત્રા અન્ય સમુદાયના વિસ્તારમાં પહોંચી ત્યારે વિવાદ થયો હતો. બીજા સમુદાયના લોકોએ આવીને ડીજે બંધ કરી દીધું અને દુર્વ્યવહાર પર ઉતરી આવ્યા હતા. દરમિયાન પથ્થરમારો અને ગોળીબાર થયો હતો, જેમાં રામ ગોપાલ મિશ્રા નામના યુવકનું મોત થયું હતું. અથડામણ વધી જતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આખું બહરાઈચ તોફાનોની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. બહરાઈચમાં લોકોના ઘર સળગાવી દેવામાં આવ્યા હતા. વાહનનો શોરૂમ સળગાવી દેવામાં આવ્યો હતો. તોફાનીઓએ વાહનોને સળગાવી દીધા હતા. સમગ્ર જિલ્લામાં મૂર્તિ વિસર્જનનો કાર્યક્રમ બંધ કરવામાં આવ્યો હતો. સીએમ યોગીએ બદમાશો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી.

પથ્થરમારાની ઘટના બાદ સીએમ યોગી આદિત્યનાથ તરત જ એક્શનમાં આવી ગયા હતા. તેમણે પોલીસ વિભાગને ફટાફટ સૂચનાઓ આપી પરિસ્થિતિ થાળે પાડવા પર ધ્યાન આપવા જણાવ્યું હતું.

બહરાઈચમાં યોગીની કાયદો અને વ્યવસ્થાને સીધો પડકાર ફેંકવામાં આવ્યો છે. બહરાઈચની શાંતિ ડહોળનારાઓને સીએમ યોગીએ અલ્ટીમેટમ આપ્યું છે. સીએમ યોગીએ કહ્યું છે કે જેણે પણ ગુનો કરશે તેને બક્ષવામાં આવશે નહીં.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker