નેશનલ

બિહારની ઇસ્લામિયા કોલેજને જાહેર કર્યું તુગલકી ફરમાન…

સિવાન: સિવાન શહેરની ઝેડએ ઈસ્લામિયા પીજી કોલેજનો એક પત્ર વાઇરલ થઈ રહ્યો છે, જે ચર્ચાનો વિષય બન્યો છે. આ વાઇરલ પત્રમાં કોલેજના લેટર પેડ પર કોલેજનો સિક્કો પણ છે. આ કોલેજના પ્રિન્સિપલે ‘તુગલકી’ ફરમાન બહાર પાડ્યું છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ કોલેજ કેમ્પસમાં એકસાથે બેઠા હોય અથવા હસતા અને મજાક કરતા જોવા મળે તો તેમનું એનરોલમેન્ટ રદ કરવામાં આવશે. આ આદેશ ગયા મંગળવારે (3 ઓક્ટોબર) જારી કરવામાં આવ્યો હતો. ઓર્ડર લેટર સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકો ચર્ચા કરી રહ્યા છે કે એક શિક્ષક આવો આદેશ કેવી રીતે આપી શકે.


સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા આ પત્રનું કારણ કંઇ એવું છે કે થોડા દિવસો પહેલા આ જ કોલેજની બે છોકરીઓએ ક્લાસરૂમમાં અને રસ્તા પર મારામારી કરી હતી. જેમાં બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડનું અફેર હતું. અમે બાળકોને ડરાવવા માટે આવો પત્ર જારી કર્યો છે. આ અંગે કોલેજના પ્રિન્સિપાલે આવો ખુલાસો કર્યો હતો. આ આદેશ પત્ર સિવાનની ઝેડએ ઈસ્લામિયા કોલેજના પ્રિન્સિપાલ ઈદ્રિસ આલમે જારી કર્યો છે. પત્રમાં લખ્યું છે જાણવામાં આવે છે કે જો કોલેજ કેમ્પસમાં પુરૂષ અને મહિલા વિદ્યાર્થીઓ એકસાથે જોવામાં આવશે (સાથે બેસીને/મજાક કરતા) તો તેમનું એનરોલમેન્ટ રદ કરવામાં આવશે. જણાવી દઈએ કે આ કલમ 29 અને 30 હેઠળ સ્થાપિત લઘુમતી કોલેજ છે. તેના સમગ્ર સંચાલન માટેની સત્તા સંચાલક મંડળને સોંપવામાં આવી છે.

તેમણે કહ્યું કે બિહાર સરકારે દિવસ દરમિયાન કોચિંગ બંધ કરવાનો અને 75% હાજરી જાળવવાનો આદેશ આપ્યો હોવાથી, કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. આ પત્ર કોલેજમાં શિસ્ત અને સારા અભ્યાસ સાથે હાથ ધરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે જારી કરવામાં આવ્યો છે. બધા વિદ્યાર્થીઓએ ધ્યાનથી વાંચવું જોઈએ, આ આ પત્રનો હેતુ છે.
આ સમગ્ર મામલે સિવાનના ડીએમ મુકુલ કુમાર ગુપ્તાએ કહ્યું કે આ મામલો હજુ સુધી મારા ખ્યાલમાં નથી. તે ધ્યાને આવતાં તેની તપાસ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button