મનોરંજન

Abhishek Bachchan વિના પણ આ રીતે ‘Jalsa’માં રહે છે Aishwarya Rai-Bachchan…

હાલમાં ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ડિવોર્સને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ અભિષેક ઐશ્વર્યાના જૂના જૂના વીડિયો શેર કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે જેને કારણે ફેન્સ એકદમ કન્ફ્યુઝ થઈ ગયા છે કે આખરે અભિ-એશ વચ્ચે ચાલી શું રહ્યું છે? ઐશ્વર્યાએ હાલમાં પતિ અભિષેક અને સાસરિયાઓથી દૂર રહે છે અને તેમ છતાં લેવિશ લાઈફ જીવી રહી છે. આવો જોઈએ આખરે આ કઈ રીતે શક્ય બન્યું છે-

ઐશ્વર્યાની ગણતરીની ઈન્ડસ્ટ્રીની બેસ્ટ એક્ટ્રેસમાંથી એક છે અને તેણે પોતાની આ દમદાર એક્ટિંગના જોર પર 10થી વધુ વખત ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ થઈ ચૂકી છે. હમ દિલ દે ચૂકે સનમ અને દેવદાસ સહિતની અનેક ફિલ્મો માટે એક્ટ્રેસને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળી ચૂક્યો છે. છેલ્લાં એક્ટ્રેસ પોન્નિયન સેલવન-2માં જોવા મળી હતી અને આ ફિલ્મ માટે પણ તેને કરોડો રૂપિયા ફી તરીકે વસુલ્યા હતા.

ઐશ્વર્યા ભલે હાલમાં વધારે ફિલ્મો નથી કરી રહી પણ કમાણીના મામલામાં તે આજે પણ કોઈથી બિલકુલ પાછળ પડે એવી નથી. વાત કરીએ ઐશ્વર્યાની નેટવર્થની તો તેની નેટવર્થ 776 કરોડ રૂપિયા છે અને એક ફિલ્મ કરવા માટે તે 10થી 12 કરોડ રૂપિયા ફી પેટે વસૂલે છે. આ સિવાય અલગ અલગ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ તે દર વર્ષે કરોડોની કમાણી કરે છે. આખા વર્ષમાં ઐશ્વર્યા આશરે 15 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ પણ વાંચો :Abhishesk-Aishwaryaના ડિવોર્સની અફવા વચ્ચે બંને જણ સાથે જોવા મળ્યા, યુઝર્સે કહ્યું હમ સાથ સાથ હૈ…

વાત કરીએ ઐશ્વર્યાની પ્રોપર્ટીની તો ઐશ્વર્યા પાસે દુબઈમાં 16 કરોડ રૂપિયાની વિલા છે અને આ પ્રોપર્ટી શહેરની વચ્ચોવચ્ચ છે. જ્યારે આ પ્રોપર્ટી ખરીદવામાં આવી ત્યારથી એની કિંમત 3 ગણી વધી ગઈ છે. આ સિવાય ઐશ્વર્યા રાય બચ્ચન પાસે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં પણ એક ભવ્ય એપાર્ટમેન્ટ છે, જેની કિંમત 30 કરોડ રૂપિયા છે. 37મા માળ પર આવેલી આ એપાર્ટમેન્ટમાં પાંચ બેડરૂમ છે, પરંતુ ઐશ્વર્યા આ ફ્લેટમાં નથી રહેતી.

આ સિવાય ઐશ્વર્યાએ પાસે લક્ઝરી ગાડીઓનું કલેક્શન છે જેમાં દુનિયાની શાનદાનર કારોનો સમાવેશ પણ થાય છે, જેની કિંમત કરોડોમાં છે. ઐશ્વર્યાનું જ્વેલરી અને સાડીઓનું કલેક્શન પણ એકદમ દમદાર છે અને આ બધું જોતા ઐશ્વર્યાને લક્ઝરી લાઈફસ્ટાઈલ મેઈન્ટેન કરવા માટે બચ્ચન પરિવાર કે અભિષેકની બિલકુલ જરૂર નથી એ વાત તો સ્પષ્ટ થઈ જાય છે.
જોકે, અભિષેક અને ઐશ્વર્યા બંને ડિવોર્સ લઈ રહ્યા છે કે નહીં એ હજી પણ એક કોકડું જ છે, જેના પર એ લોકો જ પ્રકાશ પાડી શકે એમ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button