આમચી મુંબઈ

તો Baba Siddiquie બચી ગયા હોત…

મુંબઇઃ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી (અજિત પવાર જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની દશેરાના દિવસે અંધાધૂંધ ગોળી મારીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીને તેમની ઑફિસની પાસે જ ગોળી મારવામાં આવી હતી, જેમાં તેમનું મોત થયું હતું. આ ઘટનાથી સમગ્ર મુંબઇ હચમચી ઉઠ્યું હતું. સરકારી સુરક્ષામાં હોવા છતાં પણ કોઇ તેમની હત્યા કરી જાય એ વાત બધાને ઘણી ખટકી હતી. ઘણા વર્ષો બાદ મુંબઇમાં આટલી મોટી રાજકીય હત્યા કરવામાં આવી છે.

હવે આ કેસમાં નવી માહિતી સામે આવી છે કે તેમની હત્યા કદાચ ટાળી શકાઇ હોત. જો પોલીસે આ કેસના મુખ્ય આરોપી શુભમ લોંકરને જવા દીધો ના હોત તો કદાય આ હત્યા ટાળી શકાય હોત. સલમાન ખાનના ફ્લેટમાં ગોળીબારની ઘટના બની ત્યારે પોલીસે આ કેસમાં શુભમ લોકરની અટકાયત કરી હતી અને મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે શુભમની પૂછપરછ કરી હતી.

સલમાન ખાનના ઘર પર ગોળીબાર કરનારા એક શકમંદને આશ્રય આપવા બદલ ક્રાઇમ બ્રાન્ચે શુભમની પૂછપરછ કરી હતી. જોકે, સજ્જડ પુરાવાના અભાવે ક્રાઇમ બ્રાંચ પોલીસે તેને છોડવો પડ્યો હતો. હવે બાબા સિદ્દીકી હત્યાના કેસમાં પણ મુખ્ય આરોપી તરીકે શુભમનું નામ આવ્યું છે. આ હકીકતની જાણ થતા જ મુંબઇના પોલીસ કમિશનર વિવેક ફણસાલકરે શુભમની પૂછપરછ કરનારા ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
શુભમ લોંકર સેનામાં જોડાવા માગતો હતો, પણ 2018-19માં તે સેનાની ભરતીમાં સફળ નહોતો થયો.

મે મહિનામાં બિશ્નોઈ ગેંગના સભ્યોએ બાંદ્રામાં સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી. શુભમ લોંકર પર આરોપીઓને આશ્રય આપવાનો આરોપ હતો. જોકે, તેની સામે સજ્જડ પુરાવાના અભાવે તેને છોડવો પડ્યો હતો અને તેણે બિશ્નોઇ ગેંગ માટે નવા શૂટર્સની ભરતી કરી હતી. શુભમે જ સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે બિશ્નોઇ ગેંગે જ બાબા સિદ્દીકીની હત્યા કરી છે.

હાલમાં પોલીસે શુભમના ભાઇની ધરપકડ કરી છે. લોંકરની પુણેમાં ડેરી છે અને તેની સામે એક કબાટની દુકાન છે. આ ભંગારની દુકાનમાં જ બાબા સિદ્દીકીની હત્યાના આરોપી ધર્મરાજ કશ્યપ અને શિવકુમાર ગૌતમ કામ કરતા હતા.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button